આક્રોશ:પાલિકા સંચાલિત ડિસ્પેન્સરીમાં મોડી સાંજે સારવાર ન મળતાં યુવાનોમાં રોષ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્તને સારવાર નહી મળતા યુવાનોએ હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
ઇજાગ્રસ્તને સારવાર નહી મળતા યુવાનોએ હોબાળો મચાવ્યો હતો.
  • અંક્લેશ્વરના દીવા રોડ પર એક્સિડન્ટ થયેલા યુવાનને સારવાર અર્થે ખસેડાયો હતો

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરી માં મોડી સાંજે સારવાર ના મળતા યુવાનો રોષ એ ભરાયા હતા. દીવા રોડ પર એક્સિડન્ટ થયેલા યુવાન ને સારવાર અર્થે ખસેડાયો હતો. રાત્રી ના હાજર સ્ટાફ દ્વારા 7 થી 7 ડિસ્પેન્સરી માં સારવાર બંધ હોવાનું જણાવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. યુવાનો દ્વારા પાલિકા પ્રમુખ ને આવેદનપત્ર પાઠવી સપ્તાહ નું અલ્ટીમેટમ આપ્યું હતું. અને 24 કલાક દવાખાનું પુનઃ કાર્યરત કરવા માંગ કરી હતી.

અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી ખાતે ગત મોડી સાંજે દીવા રોડ પર અકસ્માત માં ઘવાયેલા મિત્રો સારવાર અર્થે સાથી મિત્રો લાવ્યા હતા જે સારવાર રૂમ માં યુવાન ને મુક્યા બાદ પાલિકા ડિસ્પેન્સરી કમિટી ના સ્ટાફ ને સારવાર કરવા માટે જણાવતા તેઓ દ્વારા ડિસ્પેન્સરી દવાખાનું સાંજના 7 થી સવારે 7 સુધી બંધ રહેવાનું બોર્ડ બતાવી દીધું હતું. અને સારવાર કરવાનો નન્નો ભર્યો હતો. જેને લઇ યુવાનો માં રોષ ફેલાયો હતો.

આ અંગે પાલિકા પ્રમુખ ને ટેલિફોનિક તેમજ ડિસ્પેન્સરી કમિટી ચેરમેન ને પણ રજુઆત કરી હતી જો કે સારવાર ના મળતા અંતે તેઓ દ્વારા આજરોજ સવારે અંકલેશ્વર પાલિકા કચેરી ખાતે પહોંચી પાલિકા પ્રમુખ ને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું. અને એક સપ્તાહ માં જો ડિસ્પેન્સરી દવાખાનું ચોવીસ કલાક નહિ ચાલુ કરાવામાં આવશે તો જલદ અંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી. અંકલેશ્વર શહેરની વસતી સામે દવાખાનાઓની સંખ્યા ઓછી છે.

અંકલેશ્વરની ઝડપથી વધી રહેલી વસતીને જોતા ભરૂચ સિવિલ હોસ્પિટલની જેમ એક સરકારી દવાખાનાની તાતી જરૂરીયાત ઉભી થાય છે. ગંભીર ઇજાઓ કે બિમારીઓના કિસ્સાઓમાં દર્દીઓને વડોદરા કે સુરત ખસેડવાની ફરજ પડતી હોય છે. અંકલેશ્વર અને પાનોલીમાં 1,500થી વધારે કારખાનાઓ આવેલાં છે ત્યારે સરકારી હોસ્પિટલ ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓ માટે આર્શીવાદરૂપ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...