તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અંકલેશ્વરમાં અગસ્તિ ભારતવર્ષ દ્વારા ઓનલાઇન મટકી ડેકોરેશન સ્પર્ધા યોજાઇ

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અગસ્તિ ભારતવર્ષ દ્વારા આવનારી જન્માષ્ટમી નિમિત્તે વિદ્યાર્થીઓમાં સંસ્કૃતિના મૂલ્યો ઘડાય તથા નવીન પ્રવૃત્તિ કરીને શિક્ષણને વેગવંતુ બનાવવાના ઉદ્દેશથી ડિજિટલ ભારત સભામાં મટકી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.ઓનલાઇન ઝુમ એપ્લિકેશનના સથવારે આશરે 200થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા મટકી ડેકોરેશન કરવામાં આવ્યું. ઇકો ફ્રેન્ડલી મટિરિયલનો ઉપયોગ કરીને ખૂબ જ આકર્ષક અને કૃષ્ણ માટે પણ મનમોહક કહી શકાય તેવી મટકીઓ ખૂબ જ ઓછા ખર્ચે ડેકોરેટ કરવામાં આવી હતી.શાળાના શિક્ષકોએ નિર્ણાયકની ભૂમિકા અદા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...