શું આ રીતે બનશે સ્વચ્છ ભારત?:અંકલેશ્વરની મામલતદાર અને સબ રજીસ્ટ્રાર કચેરીમાં શૌચાલયની યોગ્ય સાફ-સફાઈ નહીં થતા ગંદકીનું સામ્રાજ્ય

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર મામલતદાર અને સબ રજિસ્ટ્રાર કચેરીને વડાપ્રાધાનનું સ્વચ્છતા અભિયાન લાગુ ન પડતું હોય તેવો સિનારીયો હાલે જોવા મળી રહ્યો છે. સરકારે કરોડો રૂપિયા ખર્ચીને આધુનિક સવલતો સાથેની કચેરી અધિકારીઓ અને લોકોને આપી છે, પરંતુ અહિયાં શૌચાલયની યોગ્ય સાફ-સફાઈ નહીં થવાના કારણે અહીંયા કામ અર્થે આવતા હજારો અરજદારોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

અધિકારીઓ સફાઈ અંગે ધ્યાન જ નથી આપતા
અંકલેશ્વર શહેરમાં આવેલી મામલતદાર અને સબ રજિસ્ટ્રાર કચેરીમાં તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજના હજારો અરજદારો પોતાના કામ અર્થે સવારથી સાંજ સુધી આવતા હોય છે. પરંતુ સરકારી કચેરીઓમાં યોગ્ય સાફ-સફાઈ નહીં થવાના કારણે જ્યાં જોવો ત્યાં ગંદકી જોવા મળે છે. એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત અભિયાન ચલાવી લોકોને જાગૃત કરી રહ્યા છે. પરંતુ આ કચેરીમાં બેસતા સરકારી બાબુઓને કચેરીમાં લટાર મારીને સ્વચ્છતાની સમીક્ષા કરવાની દરકાર જ હોતી નથી, તે અહીંયા ફેલાયેલી ગંદકી જ સાબિત કરે છે. ત્યારે અહીંયાના અધિકારીઓ કચેરીની સાફ સફાઈ અંગે ધ્યાન આપીને કચેરીમાં સ્વચ્છતા જળવાય તેવા પગલાં લે તેવી લોક માગ ઉઠી છે.

શૌચાલયની ગંદકીના કારણે લોકોની હાલત કફોડી બની
​​​​​​​
આ કચેરીમાં દૂર દૂરથી આવતા અરજદારોને માટે તંત્ર દ્વારા શૌચાલયની વ્યવસ્થા તો કરાઈ છે. પરંતુ તેની યોગ્ય સાફ સફાઈ અને જાળવણીના અભાવે ગંદકીથી ખદબદતા શૌચાલયની સફાઈ જ નહીં થતા અહીંયા આવતા અરજદારને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગંદકીના કારણે ત્યાંથી આવતી અત્યંત દુર્ગંધના કારણે લોકોની હાલત કફોડી બને છે. સફાઈના સુત્ર ગામમાં ચિતરાવતા અિધકારીઓ તેને ખરા અર્થમાં સાર્થક કરે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...