ભાસ્કર વિશેષ:જુના દિવાની મઢી ખાડીમાંથી કાલભૈરવની મૂર્તિ મળી

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ સુરત રહેતા દર્શન પટેલે પ્રતિમા હોવા અંગે સ્વપ્ન આવ્યાનો દાવો કર્યો

માનો યા ના માનો પણ જ્યાં ધાર્મિક આસ્થા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. આવી જ કંઈક ઘટના અંકલેશ્વર ના જુના દિવા ગામ ખાતે બની છે. જ્યાં બાળપણ માં રહેતા 21 વર્ષીય દર્શન સોમાભાઈ પટેલ હાલ મોસાળ માં સુરત પલસાણા રહે છે અને ત્યાં નોકરી કરે છે. છેલ્લા 5 વર્ષ થી તેને કારતક સુદ આઠમ ના રોજ સ્વપ્ન માં ભગવાન કાલભૈરવ દર્શન આપી કહેતા હતા કે મે તને બચાવ્યો છે.

હવે તું મને બહાર કાઢ. વારંવાર આવતા આ સ્વપ્ન બાબતે અનોખી કરતા દર્શન પટેલ ને ચાલુ વર્ષે રામનવમી, હનુમાન જયંતી અને અને બુધ પૂર્ણિમા ના રોજ આવ્યા હતા જે બાદ તે પોતાના મૂળ વતન એવા જુના દિવા ગામ ખાતે આવ્યા બાદ પોતાના મોટા પપ્પા એટલે પપ્પા ના મોટા ભાઈ ને વાત કરી હતી જેવો સાથે અન્ય ગામ ના 7 જેટલા આગેવાનો લઇ તે સ્વપ્ન માં આવતા સ્થળ શોધવા નીકળ્યો હતો જે મઢી ખાડી માં 7 વર્ષ પૂર્વે કમલ ની ગાંઠ કાઢવા માટે જતો હતો અને સર્પ દંશ થી બચ્યો હતો તે સ્થળે પહોંચી ત્યાં રહેલ કપાલેશ્વર મહાદેવ મંદિર જે ભૂતનાથ મહાદેવ મંદિર તરીકે પણ પ્રચલિત છે.

ત્યાં પૂજા કરી નારિયેળ હોમી તે સ્વપ્ન માં ડેખાડ઼ેતી મૂર્તિ શોધવા નીકળતા ભૂખી ખાડી માં તેને જમીન મળી આવી હતી જે માટી હટાવી જોતા કાલભૈરવ દાદા ની એકજ કાળા પથ્થર માં બનેલી મૂર્તિ જોવા મળી હતી જે તમામ આગેવાનો જોયા બાદ ચોકી ઉઠ્યા હતા અને તેવો મૂર્તિ ત્યાં જ રહેવા દઈ પરત ફર્યા હતા.

જો કે આ વાત વાયુવેગે ગામ માં ફેલાતા લોકો સ્થળ પર દર્શનાર્થે દોડી આવ્યા હતા અને ગામ આગેવાનો હાજરી માં અને ગામ ના ગોળ મહારાજ નયનભાઈ મહારાજ ની હાજરી માં મૂર્તિ ને ત્યાં થી 8 થી વધુ લોકો ઉપાડી ને ગામ ના કાલિકા માતા જી મંદિર ખાતે લઇ આવ્યા હતા. જ્યાં હાલ ભક્તો ની ભીડ જોવા મળી રહી છે. ત્યારે આ અંગે દર્શન પટેલ એ વાતચીત માં જણાવ્યું હતું કે આ મૂર્તિ પૌરાણિક હોવા થી સાથે તેનું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ પણ છે. કાલભૈરવ દાદા ને સ્વપ્ન માં અહીં કાલ ભૈરવ ગીતા અને કાલ ભૈરવ રહસ્ય નામના બે ગ્રંથ ની રચના કરવા પણ જણાવ્યું છે અને તેઓ જેમ કહેશે તેમ ગ્રંથની રચના પણ કરશે.

અન્ય સમાચારો પણ છે...