​​​​​​​અકસ્માત ઝોન:ભરૂચમાં 9 એક્સિડન્ટ ઝોનમાં દર વર્ષે સરેરાશ 250 લોકોના અકાળે મોત

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસ દ્વારા અકસ્માત ઝોન તપાસવામાં આવ્યાં. - Divya Bhaskar
પોલીસ દ્વારા અકસ્માત ઝોન તપાસવામાં આવ્યાં.
  • કરજણ ટોલનાકાથી ધામરોડ સુધીના હાઇવેની ટીમે મુલાકાત લીધી
  • આગામી દિવસોમાં જરૂરી કાર્યવાહી થશે

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતાં 70 કીમીના નેશનલ હાઇવે પર અકસ્માતમાં પ્રતિ વર્ષ સરેરાશ 250 લોકોના મોત થઇ રહયાં છે ત્યારે અકસ્માતો અટકાવવા માટે 9 જેટલાં એકસીડન્ટ ઝોન શોધી કાઢવામાં આવ્યાં છે. રોડ સેફટી ઓથોરીટીની સુચના બાદ અલગ અલગ વિભાગના અધિકારીઓએ એકસીડન્ટ ઝોનની મુલાકાત લીધી હતી.

કરજણ ટોલપ્લાઝાથી ધામરોડ પાટીયા સુધીના નેશનલ હાઇવે પર અકસ્માતોમાં પ્રતિ વર્ષ 250 જેટલા લોકો જીવ ગુમાવી રહયાં છે. અકસ્માતો અટકાવવા માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સુચનાથી વિવિધ વિભાગોની બનેલી ટીમે એકસીડન્ટ ઝોનની મુલાકાત લીધી હતી. આ 70 કીમીના હાઇવે પર 9 જેટલા સ્થળોએ એકસીડન્ટ ઝોન તરીકે અલગ તારવવામાં આવ્યાં છે.

આ સ્થળોએ અકસ્માત થવા પાછળના સંભવિત કારણોની સમીક્ષા કરવામાં આવી હતી. આ અકસ્માત થતા કઈ રીતે અટકાવી શકાય તે અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ટીમમાં ટ્રાફિક પીઆઇ એમ.વી.તડવી, આરટીઓ ઇન્સપેકટર વિનુ મકવાણા, નેશનલ હાઇવેના દિલીપસિંહ બોરાધરા સહિતના અધિકારીઓ સામેલ થયાં હતાં. તેમણે અકસ્માત ઝોનના સ્થળોએ થર્મો પ્લાસ્ટિકના પટ્ટા મારવા, લાઇટો લગાવવી તથા સાઇનબોર્ડ લગાડવા સહીતના ઉપાયો અંગે ચર્ચા કરી હતી.

ત્રણ વર્ષમાં બ્લેક સ્પોટનો મૃત્યુ આંક

2019270 વ્યક્તિઓના મોત
2020237 વ્યક્તિઓના મોત
2021273 વ્યક્તિઓના મોત

અકસ્માત ઝોન ( બ્લેટ સ્પોટ) શું હોય છે ?

ભરૂચમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર વર્ષ દરમિયાન અકસ્માતના અનેક બનાવો બને છે. 3 વર્ષમાં પાંચ અકસ્માતો અને તેમાં 10થી વધારે લોકોના મોત થયાં હોય તેવા વિસ્તારોને અકસ્માત ઝોન તરીકે જાહેર કરાય છે. હાઇવે પર આવાં 9 સ્થળો શોધી કાઢવામાં આવ્યાં છે.

અંક્લેશ્વર નેશનલ હાઇવે પર વધતા અકસ્માત રોકવા કવાયત ચાલી રહી છે
છેલ્લા 3 વર્ષ ના ડેટા એકત્ર કરી સર્વે કરવામાં આવ્યા હતા જેમાં સૌથી વધુ અકસ્માત જે સ્થળે થાય છે એવા એકસીડન્ડ ઝોન શોધવામાં આવ્યા છે. ત્યાં સંયુક્ત પણે સર્વે કરવામાં આવ્યો છે. ટૂંકમાં આ સ્થળે અકસ્માત નું પ્રમાણ ઘટાડી શકાય તે માટે જરૂરી પગલાં ભરવામાં આવશે. > દિલીપસિંહ બોરાધરા, મેન્ટેનન્સ હેડ, NHAI

અન્ય સમાચારો પણ છે...