રજૂઆત:માર્ગેના ખાડા નહીં પુરાય તો આંદોલન થશે, અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં ખખડધજ માર્ગો મુદ્દે કોંગ્રેસ અગ્રણીઓનું અધિકારીને આવેદનપત્ર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નોટિફાઈડ અધિકારીને રજૂઆત કરી રહેલા કોંગીર આગેવાનો. - Divya Bhaskar
નોટિફાઈડ અધિકારીને રજૂઆત કરી રહેલા કોંગીર આગેવાનો.
  • બિસ્માર માર્ગોને લઇને લોકોને શારીરિક વેદના સાથે માનસિક હાડમારી વેઠવી પડતી હોવાની લોકોની રજૂઆત

અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર માં બિસ્માર માર્ગોને લઇ તાલુકા અને નોટીફાઈડ કોંગ્રેસ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. માર્ગ દુરુસ્ત ના કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.બિસ્માર માર્ગ ને લઇ લોકો શારીરિક વેદના સાથે માનસિક હાડમારી વેઠવી પડતી હોવાની રાવ કરી હતી. નોટીફાઈડ અધિકારી ને રૂબરૂ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું.

નોટીફાઈડ વિસ્તારમાં આવતા રસ્તા ઓ ને પેચ વર્ક, અને રીકારપેટીગ કરવા બાબત ચીફ ઓફિસર નોટીફાઇડ અંકલેશ્વર અંકલેશ્વર નોટિફાઈડ કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ચોમાસા દરમિયાન ઔદ્યોગિક વસાહત સહીત રહેણાંક વિસ્તારના તેમજ અનેક આંતરિક માર્ગ બિસ્માર બન્યો છે. જે ચોમાસુ પૂર્ણ થવા છતાં રીપેર કરવામાં આવ્યા નથી. અને નજીક માં તહેવારો આવી રહ્યા છે. ત્યારે પ્રજાને તેમજ નોકરિયાત વર્ગ ને પડતી હાડમારી અંગે ત્વરિત અસર થી માર્ગ દુરસ્ત કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

કોંગ્રેસ અગ્રણી મગન પટેલ, નવલસિંહ જાડેજા, નોટીફાઈડ પ્રમુખ જીતુ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર ઉપાધ્યાય સહીત યોગેન્દ્રસિંહ તેમજ કાર્યકરો જોડાયા હતા. અને સૂત્રોચ્ચાર કરી કચેરી માં પહોંચ્યા હતા. અને નોટીફાઈડ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

આ અંગે કોંગ્રેસ અગ્રણી મગન પટેલ એ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા અનેક માર્ગ દુરુસ્ત કરવા ના દાવા તેમના મંત્રીઓ કરી રહ્યા છે. પણ ગ્રાઉન્ડ લેવલ પર વાસ્તવિકતા જુદી છે. પ્રજા હાડકા ટોડ માર્ગ ને લઇ પરેશાન છે. ત્યારે જો માર્ગ વહેલી તકે દુરુસ્ત ના કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...