અંકલેશ્વરના ચૌટા નાકા પાસે ટ્રેલર અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનો આબાદ બચાવ થયો હતો. જોકે લોક દરબાર રજૂઆતો થઈ હોવા છતાંય કોઈ કાર્યવાહી નહિ કરવામાં આવતા પ્રજાજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ટ્રેલર અને બાઈકના અકસ્માતમાં બાઈક સવારનો બચાવ
અંકલેશ્વર શહેરમાં ભારે વાહનોની અવરજવરના કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાંથી ભારે વાહનોની અવર-જવરના ટ્રાફિકની સમસ્યાઓ સાથે કેટલાક અકસ્માતના બનાવો પણ બની રહ્યાં છે. જેમાં એક ટેન્કર ચાલક શહેરમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક બાઈક સવાર યુવકને અડફેટમાં લીધો હતો. જોકે સદનસીબે યુવકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા. જોકે કોઈ જાનહાની નહિ નોંધાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી લોક માગ
અંકલેશ્વરમાં થોડા દિવસ અગાઉ જ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલનો લોક દરબાર યોજાયો હતો. જેમાં શહેરીજનોએ શહેરમાં પ્રવેશતા ભારે વાહનો બંધ કરવા રાજકીય નેતાઓ તેમજ પ્રજાજનો એ રજૂઆત કરી હતી. તેમ છતાંય શહેરમાં મોટા વાહનો પ્રવેશતા હોવાના કરાણે શહેરીજનોને ભારે તકલીફો વેઠવી પડતી હોય છે. જેથી પોલીસ વિભાગ દ્વારા આવા ભારે વાહન ચાલકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરાય તેવી લોક માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.