ચક્કાજામ:અંકલેશ્વર નજીક આમલાખાડી બ્રિજ સાંકડો પડતાં ચક્કાજામ

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસથી 65 હજારથી વધારે વાહનચાલકોને હાલાકી પડી રહી છે

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર 48 પર છેલ્લા ચાર દિવસથી ટ્રાફિકજામ થઇ રહયો હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. રાજપીપળા ચોકડી, વાલિયા ચોકડી, નિલેશ ચોકડી, સહીત નવજીવન ચોકડી સુધી વાહનોની કતાર લાગી રહી છે. ખાસ કરીને વડોદરાથી સુરત તરફ જતી લેનમાં ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની છે. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર છેલ્લા 4 દિવસથી ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે. રોજે રોજ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

ક્યારેક વડોદરા તરફ જતો ટ્રેક તો ક્યારેક સુરત તરફ જતા ટ્રેક પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. રોજ 5 થી 7 કિલોમીટર સુધી વાહનો કતાર જોવા મળી રહી છે. જેને લઇ વાહન ચાલકો પરેશાન બની ઉઠ્યા છે. ટ્રાફિકજામમાંથી બહાર નીકળતાં વાહન ચાલકોને 3 થી 4 કલાકનો સમય લાગી રહયો છે.ટ્રાફિકજામ થવા પાછળનું કારણ જાણવા હાઇવે ઓથોરિટીનો સંપર્ક કરતા જાણવા મળ્યું છે. કે હાઇવે પર વાહનોનું ભારણ વધી રહ્યું છે. જેના કારણે વાલિયા ચોકડી પર હવા મહેલ પાસે હાઇવેને જોડતા માર્ગ પરથી હાઇવે પર પ્રવેશતી વેળા નજીક રહેલા આમલાખાડી બ્રિજ હવે સાંકડો પડી રહયો છે.

ટ્રાફિકજામમાંથી જલદી બહાર નીકળવા માટે કાર સહિતના નાના વાહનો રોંગ સાઇડ કે રોડની સાઇડ પરથી પસાર થતાં હોવાથી ટ્રાફિકજામ થઇ રહયો છે. આ ઉપરાંત વાલિયા ચોકડી નજીક ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ચોકડી પર બનેલા બ્રિજ પર ચકકાજામની અસર ચોકડી નીચે પણ જોવા મળે છે. ચોકડી નીચે પણ ઉપરથી વાહનો આવી જતા ચોકડી પર જુના નેશનલ હાઇવે નંબર 8 અને વાલિયા સ્ટેટ હાઇવે તરફ જતા માર્ગ પર વાહનોની કતાર લાગી જાય છે. અંકલેશ્વરમાંથી રોજના હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યોગ્ય એકશન પ્લાન ઘડી કાઢવામાં આવે તે જરૂરી બની ગયું છે. છાશવારે થતાં ટ્રાફિકજામના કારણે સમય અને ઇંધણનો બગાડ થાય છે.

અન્ય સમાચારો પણ છે...