ટ્રાફિકજામ:નર્મદા મૈયા બ્રિજ ઉપર કાર ડિવાઈડર સાથે અથડાતાં ટ્રાફિકજામ, એમ્બ્યુલન્સ ફસાઈ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદા મૈયા બ્રિજ હવે અકસ્માતનો પર્યાય બની ગયો છે. - Divya Bhaskar
નર્મદા મૈયા બ્રિજ હવે અકસ્માતનો પર્યાય બની ગયો છે.
  • બ્રિજ પરથી પુરપાટ જઈ રહેલી કારને અકસ્માત, ચાલકનો બચાવ

અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર કાર બ્રિજમાં ભટકાતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાતા દર્દી ના પરિવારજનો મુશ્કેલી માં મુકાયા હતા.નર્મદા મૈયા બ્રિજ ઉપર અવાર નવાર અકસ્માતો સર્જાયા છે અકસ્માત ના પગલે ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાતા વાહન ચાલકો મુશ્કેલી માં મુકાય જતા હોય છે ત્યારે ફરી અંકલેશ્વર તરફ થી પુરપાટ ઝડપે આવતા કાર ના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર બ્રિજ સાથે અથડાય હતી

જો કે કાર ચાલક નો બચાવ થયો હતો આ અકસ્માત ના પગલે બ્રિજ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનો નો લાંબી કતારો લાગી ગઈ હતી આ ટ્રાફિક માં દર્દીને લઇ ને જતી 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા ભારે મુશ્કેલી પડી હતી પોલીસે કારને ખસેડીને વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...