તપાસ:સુકવલી કચરા સાઈડ પતરાના 10 શેડ ગાયબ હોવાનો આક્ષેપ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચરા સેગ્રીગેટ કરવા લાખો રૂપિયાના ખર્ચે શેડ ઉભા કરાયાં હતાં
  • સત્તાધિશો પાસેથી કોઈ ઉત્તર નહિં મળતા અપક્ષ મુદ્દો બોર્ડમાં ઉઠાવશે

અંકલેશ્વર પાલિકા ખાતે હવે વિપક્ષની ચુપકીદી જોવા મળી રહી છે. ત્યાં અપક્ષ સભ્ય દ્વારા સત્તા અને વિપક્ષ ના સામે સાંઠગાંઠના આરોપ લગાવી સવાલ કરી રહ્યા છે. અંકલેશ્વર પાલિકા દ્બારા આંબોલી રોડ પર સુકાવલી સાઈડ પર તત્કાલીન ચંપાબેન વસાવા ના સમય માં રાજ્ય સરકાર ની વિશેષ ગ્રાન્ટ માંથી સુકાવલી સાઈડ પર કમ્પોઝ ખાતે માટે કચરા સેગ્રીગેટ કરવા માટે અલગ અલગ 10 જેટલા સેડ ઉભા કર્યા હતા જે સેડ છેલ્લા 8 મહિના થી જોવા મળી નથી. અહીં પાલિકા દ્વારા જીનવાલા સ્કુલ ના રીનોવેશન પૂર્વે સ્કૂલ ના લાકડા ની બારી-દરવાજા સહિત ના કાટમાળ પણ સુકાવાલી સાઈડ પર મુકવામાં આવ્યો હતો.

પણ હાલ સ્થળ પર જોવા નથી મળી રહ્યો. જે અંગે થોડા સમય પૂર્વે સત્તાપક્ષ ના જ સભ્ય દ્વારા જરૂરી પુછપરછ અને તપાસ માગી હતી જો કે તેને યોગ્ય પ્રતિઉત્તર ના આપી ચૂપ કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે અપક્ષ સભ્ય બખ્તિયાર પટેલ દ્વારા પાલિકા સત્તાપક્ષ અને કોંગ્રેસ ના વિપક્ષ ની સાથગાંઠ ને લઇ આ મામલો દબાવી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...