શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ભગવાન શિવજીની આરાધનાનો માસ છે. ભગવાન શિવજીની કૃપાથી વસેલું નગર એટલે અક્રૂરેશ્વર જેને આજનું અંકલેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. પૌરાણિક શાસ્ત્રોમાં મળતા સંદર્ભો મુજબ કુંભકર્ણના પ્રપૌત્ર અક્રૂરે અહીં તપ કર્યું હતું. અક્રૂરની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીં અંતરની મનોકામના પૂર્ણ કરનાર શિવલીંગ તરીકે બિરાજમાન થયા હતા. અંકલેશ્વર નગર જે શિવાલય પરથી નામ પડ્યું તેવા અંતરનાથ મહાદેવ મંદિર આજે પણ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે.
અંતરનાથ મહાદેવ મંદિરનો પ્રાચીન શાસ્ત્રોમાં અક્રૂરેશ્વર મહાદેવ તરીકે ઉલ્લેખ થયો છે. નર્મદા પુરાણમાં અંતરનાથ મહાદેવ અક્રૂરેશ્વર પરથી અપભ્રંશ થઈ અકુરેશ્વર અને હવે અંકલેશ્વર તરીકે પ્રચલિત બન્યું છે. તપોભૂમિ અને આધ્યાત્મિક નગરી તરીકે જેનો ઉલ્લેખ આપણા ધાર્મિક ગ્રંથોમાં જે એવા અંકલેશ્વર નગર તેના આધ્યાત્મિક વિરાસતને કારણે પુરાણોમાં આજીવન સ્થાન પામ્યું છે. જે પૈકી નર્મદા પુરાણમાં અંતરનાથ મહાદેવ મંદિર સ્થાન પામે છે.
નગરની ગોયા બજારમાં આવેલ અતિ પ્રાચીન અંતરનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓ ની આસ્થાનું પ્રતિક બન્યું છે ત્યારે આજથી શરૂ થયેલ પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે દર્શન માટે ભક્તો ઉમટી પડયા હતાભગવાન રામના વનવાસ સાથે સંકળાયેલા અંકલેશ્વર પૌરાણિક નગરીમાંનું એક છે. ભૃગુકચ્છ તરીકે પ્રચલિત શિવ પુત્રી નર્મદા( રેવા) ખળખળ વહેતા પ્રવાહ સાથે તેના કિનારે ભગવાન શિવ ઠેર ઠેર બિરાજમાન છે.
ભગવાન શિવ આરાધના માટે અનેક ઋષિ મુનિઓ અહીં તપ કરતા તપોભૂમિ તરીકે પણ ઓળખાય છે. પુરાણોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે રાવણના ભાઈ કુંભકર્ણ ના પ્રપૌત્ર એવા અક્રૂર મન ની હળાયેલી શાંતિ ની શોધ માં ભગવાન શિવ ની આરાધના કરવા ઋષિમુનિ આર્શીવાદથી માં નર્મદા કિનારે અહીં આવ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.