શ્વાસ લેવો મુશ્કેલ:એરક્વૉલિટી ઇન્ટેક્સ અંકલેશ્વરમાં સતત ચોથા દિવસે 303 પર પહોંચ્યો

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એવરેજ 105 આવતા તંત્ર માટે વધુ ચિંતાનો વિષય બન્યો

અંકલેશ્વર સતત્ત ચોથા દિવસે એક યુ આઈ 303 પર પહોંચ્યો હતો. સાંજે રેડ ઝોન માંથી ઓરેન્જ ઝોન માં આવ્યો હતો. જો કે રેડ ઝોન નજીક સાંજે પણ એક યુ આઈ જોવા મળ્યો હતો. દિલ્હી સહીત દેશમાં હવે પ્રદૂષણને રોકવા પણ લોકડાઉન લગાવવું પડશે ? સુપ્રીમ કોર્ટના વેધક સવાલ થી તંત્ર પણ એકશન માં આવ્યું છે. શિયાળાને લઇ ઈન્વર્ઝન ને લઇ હવાની ગુણવત્તા બગડી છે. ખાસ કરીને છેલ્લા 4 દિવસથી આરોગ્ય માટે હાનિકારક હવા જોવા મળી રહી છે. સતત્ત ચોથા દિવસે એ.ક્યુ.આઈ 300ને પાર પહોંચી 303 પર સવારે આવી લગાતાર ચોથા દિવસે રેડ ઝોનમાં આવ્યો હતો.

જો કે સાંજે પુનઃ એક્યૂઆઈ ઓરેંજ ઝોન માં આવતા એક યુ આઈ 285 પર આવતા થોડી રાહ જોવા મળી હતી સતત ચાર દિવસ રેડ ઝોન આવ્યા બાદ અંતે ઓરેન્જ ઝોનમાં એક યૂઆઈ આવ્યો છે. જેમાં હજુ પણ સૌથી મોટી સમસ્યા હવા માં રહેલ પાર્ટિકલ એવા પી.એમ 2.5 જોયા મળી છે જેમાં 303 એવરેજ સાથે વધુમાં વધુ 392 પર પહોંચી ગયો છે.

તો પી.એમ 10 પણ વધુ માં વધુ 207 અને એવરેજ 157 નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ પણ વધુ માં વધુ 129 ને એવરેજ 105 આવતા તંત્ર માટે વધુ ચિંતા વધારી છે. જેમાં માટે જીપીસીબી દ્વારા સ્થિતિ પર નજર રાખતા કાર્બન ડાયોક્સાઇડ નું સર્જન કરતા ઉદ્યોગો કડક તાકીદ કરી છે. તેમજ મોનીટંરીગ વધારી સ્થિતિનો તાગ મેળવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...