આરોગ્ય સામે ખતરો:અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ ત્રણ દિવસથી ઓરેન્જ ઝોનમાં, AQI 255 પર પહોંચ્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવાની ગુણવત્તા ચિંતાજનક હોવાનું GPCBની ઓનલાઈન મોનીટંરીગ સિસ્ટમ જ દર્શાવી રહી છે
  • શિયાળાના આગમન પૂર્વે જ હવાની કથળતી સ્થિતિ, પ્રદૂષણ ઓકતા ઉદ્યોગો સામે કાર્યવાહીની લોકોની માગ

અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ સતત ત્રીજા દિવસે ઓરેન્જ ઝોનમાં મુકાયું છે. એક યુ આઈ આંક 255 પર પહોંચ્યો છે. 14 ઓક્ટોબર ના રોજ એ.ક્યુ.આઈ.(એર ક્વોલિટી ઈન્ડેક્ષ) 267 અને 15 ઓક્ટોબર ના રોજ 232 પર પહોંચ્યો હતો. છેલ્લા 15 દિવસમાં માત્ર 3 દિવસ સ્ટેટિસ્ફાઈ રહ્યા છે. પી.એમ. 2.5, પી.એમ 10. સહીત હવા માં વિવિધ તત્વોની માત્રા ચિંતાજનક વધી છે. આરોગ્ય માટે નુકશાન હવા હોવાથી શિયાળા પૂર્વજ દિવસે દિવસે કથળતી જતી સ્થિતિ ચિંતાનો વિષય બન્યો છે.

અંકલેશ્વર માં બે દિવસ પૂર્વે 267 સુધી પહોંચેલા એ.ક્યુ.આઈ બીજા દિવસે 232 પર પહોંચ્યો હતો. જે બાદ આજે ત્રીજો દિવસ પણ એ.ક્યુ.આઈ. 255 પર પહોંચ્યો છે. શહેરમાં સતત ત્રણ દિવસથી હવાની માત્રા ઓરેન્જ ઝોનમાં એ.ક્યુ.આઈ આવી રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા બગડી છે. ખાસ કરીને પી.એમ. 2.5 , માત્રા એવરેજ 255 અને વધુમાં વધુ 336પર પહોંચી છે. પી.એમ 10ની માત્રા 180 ને વધુ માં વધુ 240 પર પહોંચી છે. એન.ઓ.2, એવરેજ 11 અને વધુ માં વધુ 15, એનએચ 3 એવરેજ 28 અને વધુમાં વધુ 75 પર પહોંચ્યું છે. તો એસ.ઓ.2ની માત્રા એવરેજ 79 અને વધુ માં વધુ 139 આવી રહી છે. જયારે સી.ઓ. પ્રમાણ 89 અને એવરેજ 116 પર પહોંચી ગયું છે.

ઓઝોનની સ્થિતિ એવરેજ 43 અને વધુમાં વધુ 44 નોંધાઈ છે. અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા બગડી રહી છે. ખુદ જીપીસીબી ઓનલાઇન મોનીટંરીગ સીસ્ટમ આ એ ક્યુ આઈ ને આરોગ્ય માટે હાનીકરણ હોવાનું જણાવી રહ્યા છે. શિયાળાની શરૂઆત માંડ માંડ શરૂઆત થઇ છે. જે વચ્ચે હવા પ્રદૂષણની માત્રામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે જીપીસીબી દ્વારા રાત્રી તેમજ દિવસ દરમિયાન ઉદ્યોગોના ચાલતા ઇન્સિલેટરો પર નજર રાખી પ્રદુષણ ઓકતા ઉદ્યોગો સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

હવાની ગુણવત્તા સુધારવા એક્શન પ્લાન અમલ કરવાની માગ
જળ પ્રદૂષણ પર નિયંત્રણ કરવામાં નિષ્ફળ નીવડેલ તંત્ર હવે હવા પ્રદૂષણ વધી રહ્યું છે. ત્યારે તેના નિયંત્રણ કરવા એક્શન પ્લાન અમલી બનાવી જીપીસીબીએ ગાઇડલાઇન નું પાલન ના કરતા ઇન્સિલેટર તેમજ ચીમની માંથી ઓકતા ધુમાડા પર નિયંત્રણ કરવામાં આવે તે માટે જરૂરી એક્શન પ્લાન બનાવી મોનીટંરીગ શરુ કરવામાં આવે તેમજ ખાસ રાત્રી ના આ બાબતે કડક ચેકિંગ કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમી માંગ કરી રહ્યા છે.

જળ પ્રદુષણ અને હવે હવા પ્રદુષણથી અંકલેશ્વરની જનતા પરેશાન
અંકલેશ્વર માં ચોમાસા દરમિયાન જળ પ્રદૂષણ એ ચરમસીમા પાર કરી હતી. અને અમરાવતી નદી, આમલાખાડી, છાપરા ખાડી દૂષિત કરી નાખી હતી જેની અસર નર્મદા નદી પર જોવા મળે છે. હવે શિયાળા ના પ્રારંભ સાથે અંકલેશ્વર માં હવા પ્રદુષણ એ માઝા મૂકી છે. દિવસે દિવસે પ્રદુષણ ની માત્રા કથળી રહી છે. છેલ્લા 3 દિવસ થી ઓરેન્જ ઝોન માં એ.ક્યુ.આઈ. આવી રહ્યો છે. જે આરોગ્ય માટે હાનિકારક હોવાનું પ્રતીતિ કરાવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...