તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવા પ્રદૂષણ:અંકલેશ્વરમાં હવા પ્રદૂષણ ફરી રેડ ઝોનમાં પહોંચ્યું , પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો સામે કાર્યવાહીમાં GPCBની નિરસતા

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે દિવસ પૂર્વે શહેરમાં 273 AQI ઓરેન્જ ઝોનમાં હતો : શનિવારે 302 AQI સાથે પ્રદુષણ વધ્યું

અંકલેશ્વરમાં ફરી હવા પ્રદૂષણે માઝા મૂકી હોય તેમ છેલ્લા બે દિવસમાં ઓરેન્જ અને હવે રેડ ઝોન માં હવા પ્રદુષણ માત્રા પહોંચી જતા લોકો ના સ્વાસ્થ સામે ખતરો ઉભો થયો છે. શુક્રવારે 273 એકયુઆઈ ઓરેન્જ ઝોનમાં હતો. શનિવારે 302 એ.ક્યુ.આઈ. સાથે રેડ ઝોનમાં પહોંચ્યું છે.

અંકલેશ્વરમાં હવા પ્રદુષણ ઓક્ટોબર માસ થી બગાડી રહ્યું છે અને નવેમ્બર માસ તો આખો ઓરેન્જ ને રેડ ઝોન માં જોવા મળ્યો હતો જે હવે ડિસેમ્બર માં પણ જોવા મળી રહ્યું છે. ખાસ કરી છેલ્લા 2 દિવસ થી હવા પ્રદુષણ ની માત્રા અત્યંત કથળી જવા પામી છે. અને ગત રોજ 273 એકયુઆઈ સાથે ઓરેન્જ ઝોન માં હતું જે શનિવાર ના રોજ 302 એકયુઆઈ સાથે રેડ ઝોન માં મુકાઈ ગયું છે. જેને લઇ લોકો સ્વાસ્થ પર કોરોના કાળ માં ફરી ખતરો ઉભો થયો છે. ખાસ કરીઓરેન્જ ઝોન માં અસ્થમા શ્વાસોશ્વાસ સહીત હાર્ટ ડીશીસના રોગો થવાની વધુ હોય છે તો રેડ ઝોન માં આરોગ્ય ગંભીર પ્રકારે અસર કરી શકે છે.

ખાસ કરીને પી.એમ.2.5 અને પી.એમ. 10 ની માત્રા ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહી છે. તો એસ.ઓ.2 કો. અને ઓઝોન ની માત્રા પણ વધી છે. જેને લઇ હવે આરોગ્ય સામે ખતરો વધ્યો છે. સી.પી.સી.બી આ એર કોલેટી ઈન્ડેક્ષ ને હેલ્થ હેઝાદસ્ત તરીકે નોંધી રહ્યું છે. હવા પ્રદુષણમાં અંકલેશ્વર માં જ્યાં ઉદ્યોગો ના હવા પ્રદુષણ ની માત્રા તેમજ ઉડતી ડસ્ટ અને શીયાળા ની ભેજ ઉક્ત હવા જેટલી જવાબદાર છે. તેટલું જ સ્થાનિક કક્ષાએ ઉદ્યોગોનું હવા પ્રદુષણ પણ છે. ત્યારે ઉદ્યોગો માં થી ફેલાઈ રહેલ હવા પ્રદુષણને નિયંત્રણ માં લેવા જીપીસીબી દ્વારા જરૂરી એક્શન પ્લાન બનાવી કાર્યવાહી કરે એ જરૂરી છે.

એક્યુ.આઈ. ઈન્ડેક્ષ અંતર્ગત હવા પ્રદુષણની માત્રા અને ઝોન અને માપદંડ

ઝોનગુણવત્તામાપદંડ(AQI)ક્યાં રોગ થઇ શકે છે
ગ્રીનસારી00 થી 50શકયતા ઓછી
લાઈટ ગ્રીનસંતોષજનક51 થી 100સામાન્ય વાઇરલ રોગ થવાની શક્યતા
યલોસા.પ્રદુષિત101 થી 200અસ્થમા અને હાર્ટ ડીશીસ રોગ શકયતા વધુ
ઓરેન્જખરાબ201 થી 300અસ્થમા શ્વાસોશ્વાસ સહીત હાર્ટ ડીશીસના રોગો થવાની વધુ શક્યતા
રેડ ઝોનઅત્યંત ખરાબ301 થી 400અસ્થમા શ્વાસોશ્વાસ સહીત હાર્ટ ડીશીસનારોગો થવાની શક્યતા
ડાર્ક રેડઘાતક401 થી 500જીવલેણ બની શકે છે

હવા પ્રદુષણ વધવા ના મુખ્ય કારણ
(1) ઔદ્યોગિક પ્રદુષણ (2)શિયાળાની જમાવટ વાતવરણ માં ભેજ (3) ઉડતી ડસ્ટ જવાબદાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો