હવાની ગુણવત્તા પુનઃ ચિંતાનો વિષય:અંકલેશ્વરમાં AIA સંકુલ ખાતેની એર મોનીટરિંગ સિસ્ટમ પુનઃ ઠપ

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવા પ્રદૂષણની માત્રા વધી રહી છે ત્યારે વારંવાર સિસ્ટમ બંધ થતા તર્કવિતર્ક
  • સપ્તાહમાં 2 દિવસ ગ્રીન અને 2 દિવસ હવાની માત્રા યલો ઝોનમાં પહોંચી

અંકલેશ્વર એ.આઈ.એ સંકુલ ખાતેની એર મોનીટરીંગ સિસ્ટમ પુનઃ ઠપ થઇ જવા પામી છે. અંકલેશ્વર હવા પ્રદૂષણની માત્રા વધી રહી છે ત્યારે વારંવાર સિસ્ટમ બંધ થતા તર્ક વિતર્ક સર્જાયા છે. એજન્સી દ્વારા પાવર લોસ અથવા ઇન્ટરનેટ બ્રેક ડાઉનને લઇ સિસ્ટમ બંધ થતી હોવાની જીપીસીબી આગળ કેફિયત સામે આવી રહી છે.

અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા પુનઃ ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને છેલ્લા 1 સપ્તાહમાં અંકલેશ્વર શહેરી વિસ્તારમાં વારંવાર તીવ્ર વાસ સાથેની હવા પ્રદુષણની ફરિયાદ ઉઠી છે. જે બાદ હવે જીપીસીબીની ઓનલાઇન મોનીટંરીગ સીસ્ટમ પુનઃ એકવાર ઠપ થઇ જવા પામી છે. એ.આઈ.એ વહીવટી સંકુલ ખાતે એક્સિસ બેંક ઉપર જાહેર પ્રજા માટે તેમજ ઓનલાઇન મોનીટંરીગ માટે ડિસ્પેલ સાથે સિસ્ટમ ઉભી કરવામાં આવી છે જે પળપળની હવાનું મોનીટરીગ કરી રહી છે. જો કે આ સિસ્ટમ અવારનવાર બંધ થઇ જવા પામે છે. 1લી ઓક્ટોબરના રોજ 76 એ.ક્યુ.આઈ સાથે સેટિસ્ફાઇડ યુક્ત આંક નોંધ્યો હતો.

જયારે બીજી ઓક્ટોબરના રોજ 123 એ.ક્યુ.આઈ. આંક સાથે યલો ઝોનમાં હવાની માત્રા જોવા મળી હતી. જે બાદ 3 જી ઓક્ટોબરના રોજ 99 એ.ક્યુ.આઈ. સાથે પુનઃ ગ્રીન ઝોન સાથે સેટિસ્ફાઇડ ગુણવત્તા જોવા મળી હતી. જયારે 4 થી ઓક્ટોબરના રોજ ઓનલાઇન દેતા ઉપલબ્ધ નથી. તો 5 ઓક્ટોબરના રોજ પુનઃ એકવાર 154 એ.ક્યુ.આઈ આંક સાથે યલો ઝોનમાં પ્રદુષિત માત્રાની જોવા મળી હતી. આ વચ્ચે 6 ઓક્ટોબરના રોજ પુનઃ એર મોનીટરીંગ સિસ્ટમ બંધ રહેતા ઓનલાઇન આંક ઉપલબ્ધનથી. આ સિસ્ટમ દિલ્હી સીપીસીબી, ગાંધીનગર જીપીસીબી સાથે સીધી કનેક્ટર હોય છે. જે રોજે રોજ હવા પ્રદૂષણની માત્રાનું એર મોનીટરીંગ કરતી હોય છે. જે સિસ્ટમ પુનઃ એકવાર બંધ થતા ડેટા ઉપલબ્ધ થઇ શક્યા નથી.

ઇન્ટરનેટનો પ્રશ્ન સર્જાય ત્યારે સમસ્યા થાય છે
આ અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.આર. વ્યાસ સાથે ટેલિફોનિક વાત ચિત કરતા જાણવા મળ્યું હતું કે પાવર સપ્લાય એટલે પાવર લોસના કારણે અથવા ઇન્ટરનેટ સિસ્ટમની નેટ કનેક્ટિવિટી ના મળે તો થાય છે. આ અંગે એજન્સીને સૂચના આપવામાં આવી છે. અને કેટલા સમયથી સિસ્ટમ બંધ છે તે પણ ચકાસવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...