ફરિયાદ:અંકલેશ્વરમાં ટેમ્પોના અકસ્માત બાદ નોટિફાઇડ એરિયામાં ગડરો લગાવાયાં

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નોટિફાઇડ એરિયામાં ગડરો લગાવાય રહયાં છે. - Divya Bhaskar
નોટિફાઇડ એરિયામાં ગડરો લગાવાય રહયાં છે.
  • વિવિધ સ્થળોએ ગડર લગાવવાનું શરૂ પણ રાત્રે ગડર દેખાતા ન હોવાની ફરિયાદો ઉઠી

અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં ટ્રક અને ટેમ્પા સહિતના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં વાહનોની અવરજવર રહેતી હોવાથી વિવિધ સ્થળોએ લોખંડના ગડરો લગાવવાનું શરૂ કરી દેવાયું છે. અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા રહેણાંક વિસ્તાર પ્રવેશતા માર્ગો પર ગડર લગાવવાની કામગીરી નો શરૂઆત કરી હતી. શુક્રવારે જીઆઇડીસી પોલીસ સ્ટેશન નજીક સુભાષચંદ્ર બોઝ સર્કલ પર આઇસર ટેમ્પો ગડર સાથે ધડાકાભેર અથડાયો હતો.

અકસ્માતની ઘટના બાદ નોટિફાઇડ એરિયા ઓથોરિટી સફાળી જાગી છે અને કાપોદ્રા પાટિયા,સહીતના વિસ્તારોમાં માર્ગ પર ગડરો લગાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. રાત્રિના સમયે પણ ભારે વાહનો નોટિફાઇડ એરિયામાં આવી જતાં હોય છે આવા સંજોગોમાં જયાં ગડરો તુટી ગયાં છે ત્યાં ગડરો લગાવવામાં આવી રહયાં છે.

નોટિફાઇડ એરિયા ઓથોરિટિએ લગાવેલા ગડરો રાત્રિના સમયે દેખાતા નહિ હોવાની ફરિયાદો ઉઠી હતી જે બાદ તેને રંગરોગાન કરાવવાનું શરૂ કરાયું હતું અને તેવામાં જ ટેમ્પો ધડાકાભેર અથડાયો હતો. વાહનચાલકોની સલામતી માટે પણ પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.

અંકલેશ્વર નોટિફાઇડ એરિયામાં અકસ્માતના બનાવો રોકવા માટે ગડરો લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓને રાહત સાંપડશે. ગડરોના કારણે અન્ય અકસ્માતો ન થાય તેની પણ તકેદારી રાખવી પડશે.જેથી ગડરો લગાવવાનો હેતુ સાચા અર્થમાં ચરિતાર્થ થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...