સફળતાના 32 વર્ષ પૂરા કરનાર અંકલેશ્વરના બિઝનેસ વુમન દક્ષાબહેન વિઠ્ઠલાની હાલ સામાજિક સંસ્થા સાથે જોડાઈને અન્યો માટે પ્રેરણા સ્રોત બન્યાં છે. દક્ષાબહેન સામે 1990માં એવો પ્રશ્ન આવ્યો કે જેનાથી કોઈપણ સ્ત્રીની હિંમત ભાંગી જાય.
બીજી કંપનીની સ્થાપના બાદ પતિનું નિધન
1983માં નવીન વિઠ્ઠલાનીએ અંકલેશ્વરમાં બી. એમ. કેમિકલ કંપનીની સ્થાપના કરી અને 1989માં પ્રેરણા કેમિકલ નામે કંપની શરૂ કરી હતી.બીજી કંપની સફળતા અપાવે તે પૂર્વે જ તેમનું નિધન થયું. પત્ની દક્ષાબહેને, પુત્ર સંદીપ, પુત્રી મેઘના અને એક શારીરિક માનસિક અશક્ત પુત્ર સૌરીનને સંભાળવા સાથે પતિની કંપનીને પણ સંભાળી. દોઢ વર્ષમાં જ 50 લાખનું માંડ ટર્ન ઓવર કરતી કંપનીને આજે 10 કરોડના ટર્ન ઓવર પર પહોંચાડી સફળ બિઝનેશ વુમનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.