ચોંકાવનારી ઘટના:ATMનો પાવર સપ્લાય બંધ કરી 3.90 લાખની ઠગાઇ કરી બે ફરાર

અંકલેશ્વર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના આરબીએલ બેંકના એટીએમની ચોંકાવનારી ઘટના

અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલ આર.બી.એલ. બેન્ક ના બ્રાન્ચ માં આવેલ એ.ટી.એમમાં ગત તારીખ 5 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર 2022 દરમિયાન ભેજાબાજોએ એ.ટી.એમ પર રૂપિયા ઉપાડવા આવતા ઈસમો જ્યારે રૂપિયા ઉપાડતા હોય ત્યારે રૂપિયા જ્યારે બહાર આવે એ પૂર્વે એ.ટી.એમ નો પાવર સપ્લાય બંધ કરી દેતા હતા.

જેથી ટ્રાન્ઝેક્શન ફેલ બતાવતું હતું. દરમિયાન રૂપિયા બહાર આવતા જ ઉપાડી લેતા હતા. કુલ 26 ટ્રાન્જેક્શન આ દિવસ દરમિયાન થયા હતા જે પૈકી 6 એ.ટી.એમ કાર્ડમાંથી 3.90 લાખ રૂપિયા 2 ભેજાબાજો ઉપાડી લીધા હતા. જે તે ખાતા ધારકોમાં ટ્રાન્ઝેક્શન ફેલ બતાવતા રૂપિયા રિવર્સ થઇ જતા હતા. જેને લઇ બેંકના ખાતા ધારકોને પણ આ અંગે જાણ થઇ ના હતી.

બેંક દ્વારા આ અંગે હિસાબ ના મળતા બેન્ક ની સર્વેલન્સ ટીમ વડે તપાસ કરતા અજાણ્યા 2 ઈસમો એ આ કૃત્ય આચર્યું હોવાની સીસીટીવી માં જોવા મળ્યું હતું. જે આધારે આર.બી.એલ બેંકના મેનેજર મધુસુધન ઘોષ દ્વારા તપાસ અને બેંક ની વડી કચેરી મંજૂરી મેળવી શહેર બી ડિવિઝન પોલીસ એ અજાણ્યા બે ઈસમો સાથે 3.90 લાખ રૂપિયાની છેતરપિંડી નો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...