અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર અમરતપરા ગામ પાસે આવેલી હોટેલ બેન્સનના કર્મચારીને કાર માં આવેલ મહિલા સહીત ત્રણ ભેજાબાજોએ વિદેશી ચલણ બતાવીને ભારતીય ચલણના 4 હજાર તેમજ એક બ્લ્યુટુથ લઈને ફરાર થઇ ગયા હતા. જો કે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા શહેર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 અમરતપરા ગામ પાસે આવેલ હોટેલ બેન્સન પર તારીખ 8મી મેના રોજ કાર લઇને યુવક યુવતી સહિત ત્રણ શખ્સો આવ્યા હતા, અને હોટલની ગિફ્ટની દુકાન પર જઈને વિવિધ ગિફ્ટ જોવા લાગ્યા હતા, તેમજ ગિફ્ટની દુકાનમાં કામ કરતા યુવક સાથે તેઓએ અંગ્રેજીમાં વાતચીત કરીને પોતે વિદેશ થી આવ્યા હોવાનું જણાવ્યુ હતું.
તેમની પાસે રહેલા વિદેશી ચલણ હોટલની ગિફ્ટ ની દુકાનના કર્મચારીને બતાવ્યા હતા .ત્યાર બાદ તેઓએ કર્મચારી પાસે ભારતીય ચલણ જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભેજાબાજોની વાતચીતમાં આવી જઈને હોટેલ કર્મચારીએ તેની પાસે રહેલા હોટેલના રૂપિયા 500ના દરની કુલ 10 હજાર રૂપિયા જોવાનું માટે આપ્યા હતા. અને તેમથી રૂપિયા 4000 ભેજાબાજોએ કર્મચારીની નજર ચૂકવીને લઇ લીધા હતા અને હોટેલ પરથી કાર લઇને ફરાર થઇ ગયા હતા.
જોકે આ અંગેની જાણ હોટેલના મેનેજર મહમદ મુનાફ હુસેન ખાન સિંધી ને થતા તેઓએ હોટલ ના સીસીટીવી ચેક કરતા એક મહિલા સહીત ત્રણ ભેજાબાજો ની કરતૂત કેદ થઇ હતી મહમદ મુનાફ હુસેન ખાન સિંધી એ આ અંગે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,અને પોલીસે રૂપિયા 4000 રોકડા તેમજ એક બ્લ્યુટુથ મળીને કુલ રૂપિયા 4500ની છેતરપિંડી અંગે ની ફરિયાદ નોંધીને હોટેલના સીસીટીવી કેમેરાના ફુટેજ ને આધારે તપાસ શરુ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.