તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની સમસ્યા:ઉદ્યોગોમાં ઓક્સિજન બાદ હવે પાણીની પણ અછત

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકના બદલે ઉદ્યોગોને માત્ર 8 કલાક પાણી
  • રહેણાંક વિસ્તારોને પહોંચી વળવા મેઈન્ટેનન્સ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં કંપની હાલ ઓક્સિજન જથ્થા પર તંત્ર એ કાપ મુક્યો છે. જેને લઇ ઉદ્યોગો સર્વાઇવલ કરી રહ્યા છે આ વચ્ચે હવે ઉદ્યોગો માં પુનઃ એકવાર પાણી સમસ્યા સર્જાઈ રહી છે. જીઆઇડીસી વિસ્તારમાં 45 એમ.એલ ડી પાણી જરૂરિયાત સામે ઉકાઈ કેનાલ અને ઝગડીયા થી આવતું પાણી મળી ને પણ 45 એમ.એલ.ડી પાણી પહોંચી વળી શકતા નથી. રોટેશન મુજબ નોટીફાઈડ તળાવ માં પાણી સ્ટોરેજ થયું છે. પણ ઉદ્યોગો ની મેગ વધુ છે.

આ બાજુ ઝઘડીયા થી આવતું 8 એમ.એલ ડી પાણી પણ ઓછું પડી રહ્યું છે. જેને લઇ ઉદ્યોગો ને અપાતો 24 કલાક નો જથ્થો હવે માત્ર 8 કલાક જ મળી રહ્યો છે. તો રહેણાંક વિસ્તાર માં સવાર અને સાંજ 2 પારી માં આપવામાં આવતું હતું જેના પર કાપ મૂકવામાં આવ્યો છે. અને હવે 1 પારી જ પાણી આપવામાં આવી રહ્યું છે.

આ અંગે એ.આઈ.એ ના વોટર વર્કસ વિભાગના ડો વી.એસ.જગાણી જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે નોટીફાઈડ તળાવ નું રૂલ લેવલ જાળવવા માટે ઉદ્યોગો ને હાલ માત્ર 8 કલાકમાં પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જયારે રહેણાંક વિસ્તાર ને પણ એક પારી પાણી આપવામાં આવી રહ્યું છે. રોટેશન પોલિસી ને લઇ ઉકાઈ કેનાલ હાલ બંધ છે જેને લઇ પાણી સમસ્યા સર્જાય છે વધારાનું ઝગડીયા થી આવતું પાણી પણ હવે ઓછું આવી રહ્યું છે. જેને લઇ પાણી મેનેજમેન્ટ કરવું મુશ્કેલ બન્યું છે.

ઉકાઈ જમણા કાંઠા ના કાર્યપાલક ઈજનેર જે.સી .ચૌધરીએ જણાવ્યું હતું કે રોટેશન પોલિસી મુજબ હાલ બંધ છે. અને હાંસોટ સુધી ખેડૂતો પાણી હાલ આપવામાં આવી રહ્યું છે. રોટેશન મુજબ ઉદ્યોગો ને પણ પાણી જલ્દી આપવામાં આવશે. નગરપાલિકા માં પણ હાલ પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જેથી પાણી નગર માં કોઈ સમસ્યા સર્જાય ના તેની તકેદારી સાથે પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...