આપઘાત:ઉમલ્લાના આધેડે ઘરથી ગુસ્સામાં નીકળ્યા બાદ નર્મદામાં ઝંપલાવ્યું

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સામાજિક કાર્યકરોની મદદથી નર્મદા નદીમાંથી મૃતદેહ બહાર કઢાયો. - Divya Bhaskar
સામાજિક કાર્યકરોની મદદથી નર્મદા નદીમાંથી મૃતદેહ બહાર કઢાયો.
  • એક્ટીવા પર સરદાર બ્રિજ પર આવ્યા બાદ નર્મદામાં છલાંગ લાગવી

ઝઘડીયાના ઉમલ્લા ના 55 વર્ષીય ઈસમ ઘર થી ગુસ્સા માં નીકળ્યા બાદ નર્મદા માં ઝંપલાવ્યું હતું. એક્ટીવા પર સરદાર બ્રિજ પર આવ્યા બાદ નર્મદા માં છલાંગ લગાવી હતી. મોડી સાંજે પરત ના ફરતા અંતે પરિવાર શોધખોળ કરતા એકટીવા સરદાર બ્રિજ પર મળી આવી હતી. સામાજિક કાર્યકર ની મદદ થી શોધખોળ કરતા નર્મદા નદી માંથી મૃતદેહ મળી આવ્યો હતો.બનાવની વિગતો અનુસાર ઝગડીયા તાલુકા ના ઉમલ્લા ખાતે રહેતા 55 વર્ષીય મુકેશ હાબેલ રજવાડી ગઈકાલે બપોરના સુમારે ઘરે થી કોઈ કારણોસર ગુસ્સા માં નીકળી ગયા હતા.

સાંજ પડતા પણ મુકેશભાઈ ઘરે ન આવતા પરિવારજનો દ્વારા શોધખોળ કરતા ઝાડેશ્વર સરદાર બ્રિજ પરથી મુકેશભાઈ ની એક્ટિવા મળી આવી હતી. પરિવારજનો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી નો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી તેમજ સ્થાનિક નાવિક દ્વારા શોધખોળ કરતા નવા બનેલા નર્મદા મૈયા બ્રિજ નીચે નર્મદા નદી માંથી મુકેશભાઈ નો મૃતદેહ મળી આવતા અંકલેશ્વર સી.ટી. પોલીસ સ્ટેશનને જાણ કરતા અંકલેશ્વર સિટી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને પી. એમ.અર્થે અંકલેશ્વર ખસેડાયો હતો. તો પ્રાથમિક પરિજનો ફરિયાદ આધારે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...