મન્ડે પોઝિટિવ:લેક વ્યૂ પાર્ક બાદ હવે ઢેડીયા તળાવના વિકાસ માટે પાલિકા રૂ.1 કરોડ વાપરશે

અંકલેશ્વર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા જે તળાવનું બ્યુટિફિકેશન થવાનું છે તેની મુલાકાત લેતી પાલિકાની ટીમ. - Divya Bhaskar
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા જે તળાવનું બ્યુટિફિકેશન થવાનું છે તેની મુલાકાત લેતી પાલિકાની ટીમ.
  • ઢેડીયા તળાવ અંકલેશ્વર નવી ઓળખ

પ્રથમ તબક્કામાં 50 લાખની ફાળવણી કરાઈ : તળાવ પાસે વોક-વે, ચીલ્ડ્રન પાર્ક, પિકનીક પાર્ક બનશે અને નગરજનો નૌકા વિહાર કરી શકે તેવી સુવિધા ઊભી કરાશેઃ પાલિકાએ ટીમ થકી સરવે કરાવી તેનો મેપ પણ તૈયાર કરાવ્યો.

અંકલેશ્વર ઢેડીયા તળાવ બનશે અંકલેશ્વર નવી ઓળખ બનશે. શહેર ગામ તળાવ મા આકાર લઈ રહેલ અંકલેશ્વર લેક્યૂ પાર્ક બાદ હવે ઢેડીયા તળાવ નો પણ વિકાસ કરવાં મા આવશે. અંદાજે 1 કરોડ રૂપિયા ના ખર્ચે તૈયાર થનાર લેકપાર્ક પ્રથમ તબક્કા મા 50: લાખ ની ફાળવણી કરવાં મા આવી છે. તળાવ પર વોક વે, ચીલ્ડ્રન પાર્ક, પિકનીક પાર્ક, અને નૌકા વિહાર સહિત અન્ય આયોજન કરાયું છે. પાલિકા દ્વારા સર્વે કરી મેપ તૈયાર કરાવ્યો છે.

અંકલેશ્વર નગરપાલીકા દ્વારા અંકલેશ્વર શહેર ના પશ્ચિમ વિસ્તાર ના પ્રવેશ દ્વારા વિસ્તાર જ્યાં હાલ આધુનિક અંકલેશ્વર વિકસી રહ્યું છે. અનેક સોસાયટી વિકસી રહી છે. ત્યારે આધુનિક અંકલેશ્વર ની નવી આધુનિક ઓળખ ઊભી કરવા માટે નું આયોજન કરવાં મા આવી રહ્યું છે. જેના પ્રથમ ચરણ મા સૌથી જૂના એવા ઢેડીયા તળાવ ને વિકસાવા નો પ્રક્લ્પ ઊભો કરવાં મા આવ્યો છે. જેમાં તળાવની ફરતે વોક વે બનશે. તળાવની બીજી બાજું ચિલ્ડ્રન પાર્ક પણ ઊભો કરવામાં આવશે. તો નગરજનો માટે પીકનીક પોઈન્ટ, ફૂડ ઝોન ઊભું કરવા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે.

નગર પાલિકાની ટીમ દ્વારા પ્રાથમિક તબક્કામાં તળાવનું મેપિંગ કરાયું છે. અને તળાવ મા 50 લાખ ની ફાળવણી કરાઈ છે. જ્યારે બીજા તબક્કા મા વધુ 50 લાખ નું આયોજન કરાયું છે. અંકલેશ્વર નગર પાલિકા ના ભાજપ ના શાસન ની શરુઆતમાં ઢેડીયા તળાવ વિકસાવાનું આયોજન કરાયું હતુ. જે એક ફૈઝ મા કામગીરી પણ થઈ હતી. જે બાદ પ્રોજેકટ ટેકનીકલ કારણોસર અધૂરો રહી ગયો હતો. જે બાદ પુનઃ એકવાર ઢેડીયા તળાવ વિકસિત કરવાનું આયોજન કરાયું છે. તેમજ તળાવ નું નવું નામ કરણ પણ કરવા મા આવશે.

શહેરનો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે
અંકલેશ્વર શહેરની આગવી ઓળખ રૂપી ગામ તળાવ લેક્યૂ પાર્ક ની કામગીરી અંતિમ તબક્કા મા છે. ત્યારે શહેર ના પશ્ચિમ વિસ્તાર મા શહેર પ્રવેશ પર આધુનિક શહેર ની નવી ઓળખ સાથે નવા વિકસી રહેલા વિસ્તાર વધુ ડેવલોપ કરવા નો આ મહત્વ પૂર્ણ પ્રોજેકટ છે. જેનું મેપિંગ કરાયું છે. પ્રથમ 50 લાખ ફાળવવા મા આવ્યાં છે. વધુ 50 લાખ રૂપિયા મંજૂરી મા છે. અને ભવિષ્ય મા આયોજન આધારે રૂપિયા ફાળવી ને શહેર ની નવી ઓળખ ઊભી કરવાં મા આવશે. - વિનય વસાવા, નગર પાલિકા પ્રમુખ, અંકલેશ્વર.

ઢેડીયા તળાવને વિકસાવા કેમ આયોજન
ઢેડીયા તળાવ ને વિકસાવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અંકલેશ્વર ની આધ્યાત્મિક ધરોહર એવા રામકુંડ તીર્થ ક્ષેત્ર., પુર્ષોત્તમ બાગ સહિત આજુબાજુ વિસ્તાર ને એકમેક થી જોડી લોકો માટે પશ્ચિમ પ્રવેશ દ્વાર પર આધુનિક અંકલેશ્વર ની નવી ઓળખ આધ્યાત્મિક , ઐતિહાસીક અને આધુનિકતા સમન્વય સાથે કરવાનો છે.

તળાવ નજીકના દબાણ પણ દૂર કરાશે
ઢેડિયા તળાવ નજીક ઊભા કરાયેલાં કેટલાંક ગેરકાયદે દબાણ દૂર કરવા માટે જિલ્લા કલેકટર મા પણ જરૂરી કાર્યવાહી કરાઈ છે. તળાવ આજુ બાજુ ના જમીન તેમજ અન્ય લારી ગલ્લા સહિત દબાણ હટાવતા માટે પણ કરાઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તાર ના વિકાસ સાથે લોકો માટે રોજગારી પણ ઊભી થાય તેવું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...