ધોરણ 10નું પરિણામ જાહેર:કોરોના બાદ પરિણામની ટકાવારી બે કેન્દ્રમાં ઘટી જ્યારે બેમાં વધી

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર તાલુકામાં ચાર કેન્દ્રનું ધોરણ 10નું 68 % પરિણામ જાહેર

અંકલેશ્વર માં કોરોના બાદ પરિણામ ટકાવારી બે કેન્દ્ર માં ઘટી જયારે 2 માં વધી છે. અંકલેશ્વર ચાર કેન્દ્ર નું પરિણામ અંદાજિત 68 % પરિણામ આવ્યું છે. અંકલેશ્વર 72.38%, અંકલેશ્વર જીઆઇડીસી 76.70%, અંકલેશ્વર-2, 66.06 % અને અંકલેશ્વર -3 નું 53.72 % પરિણામ છે. ચાર કેન્દ્રો માં 4094 વિદ્યાર્થીઓ પૈકી 4038 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 2765 વિદ્યાર્થીઓ પાસ થયા છે.ચાર કેન્દ્ર માં 15 % થી વધુ પરિણામ ઘટ્યું છે. અંકલેશ્વર એ 1 ગ્રેડ માં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. અગસ્તિ ભારત વર્ષ ની વિદ્યાર્થીની જિલ્લા માં પ્રથમ 99.97 % પી.આર. રેન્ક પ્રાપ્ત કર્યો હતો.

ધોરણ 10 માં 2020 ની તુલના માં 2022 માં પરિણામ ની ટકાવારી ધટી જવા પામી છે. અંકલેશ્વર માં ચાર કેન્દ્રો પર લેવાયેલી પરીક્ષા માં કુલ 4038 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 2765 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં અંકલેશ્વર કેન્દ્ર માં કુલ 921 વિદ્યાર્થીઓ પૈકી 916 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં 663 વિદ્યાર્થીઓ પાસ થયા હતા જયારે 2022 ના વર્ષ માં કેન્દ્ર નું પરિણામ 72.38 આવ્યું છે. જે 2020માં 65.22 આવ્યું હતું. જેમાં 7.16 % વધારો થયો છે.

અંકલેશ્વર જીઆઇડીસી કેન્દ્ર માં 1389 પરીક્ષાર્થી પૈકી 1386 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકી 1063 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં 2022 માં 76.70 % પરિણામ આવ્યું છે. જે 2020 માં 81.20 % હતું 4.50 % પરિણમ ઘટ્યું છે. અંકલેશ્વર -2 માં કુલ 823 પરીક્ષાર્થી પૈકી 819 પરિક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી જે પૈકી 541 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. 2022 માં 66.06 % પરિણામ આવ્યું છે. જે 2020 માં 69.78 % હતું જેમાં 3.73 % નો પરિણામ માં ઘટાડો થયો છે. જયારે અંકલેશ્વર -3 માં કુલ 961 વિધાર્થીઓ એકી 927 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જે પૈકી 498 પરીક્ષાર્થીઓ પાસ થયા છે. 53.72 % પરિણામ 2022 ના વર્ષ માં નોંધાયું છે. જયારે 2020 આ 38.54 % પરિણામ હતું. જે સામે 2022 માં 15.18 % નોપરિણામ માં વધારો થયો છે. ઓવર ઓલ પરિણામ ચાર કેન્દ્ર માં ઓવર ઓલ 2 કેન્દ્રનું પરિણામ વધ્યું છે. જયારે 2 કેન્દ્રનું પરિણામ ઘટ્યું છે અંકલેશ્વર કેન્દ્ર માં અગસ્તિ ભારત વર્ષ ની શ્રેયા પટેલ 99.97 પી.આર. અને એ.1 ગ્રેડ સાથે જિલ્લા અને તાલુકા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...