આપઘાત:પત્ની સાથે ઝઘડો થતાં પતિએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો

અંકલેશ્વરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે બનેલો બનાવ

અંકલેશ્વર દઢાલ ગામની ડ્રીમ સીટીમાં રહેતા મૂળ દિલ્હીના 28 વર્ષીય અજેશ કુમાર રાઠોડના ગત તા. 16 એપ્રિલે લગ્ન થયા હતા. જે બાદ તે પત્ની સાથે અંકલેશ્વરના દઢાલ ગામમાં રહેવા આવ્યો હતો. પરંતુ અજેશ કુમારની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા. જેમાં પત્નીના પિયરીયા પણ આવી જતા બન્ને વચ્ચે સતત ઘર્ષણ થયા કરતું હતું. ત્યારે આ દરમિયાન અજેશ કુમારની પત્ની સાથે પુનઃ ઝઘડો થયો હતો. ઝઘડાના કારણે મનમાં લાગી આવતા અજેશકુમારે મકાનમાં રૂમમાં પંખા સાથે સાડી બાંધી ને ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ આત્મઘાતી બનાવ અંગે મૃતકના સ્વજનોએ પોલીસને જાણ કરી હતી. બનાવ જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક અજેશ ના ભાઈ ઘટના સંદર્ભે પોલીસ સમક્ષ નિવેદન આપતા તેના ભાઈ એ તેની પત્ની અને તેના પિયરીયા ના ત્રાસ ને લઇ આપઘાત કરી લીધો હોવાનો આરોપ લગાવી તેની સાથે સતત ઝઘડા ને કારણે તેને આપઘાત કરવા મજબૂર કર્યો હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે પ્રાથમિક પેનલ પીએમ કરાવ્યું હતું.મૃતકના ભાઈની આશંકા આધારે તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...