તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિમા:કિમ નદીના 7 ભાઈ પૈકી એક એટલે અધોરેશ્વર મહાદેવ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોતિયા ડુંગરમાંથી વહેતી અઢાર વનમાંથી પસાર થતી કિમ નદીના 7 ભાઇ અલગ અલગ સ્થાને બિરાજમાન

કિમ નદી ના સાત ભાઇ પૈકી એક ભાઇ એટલે અધોરેશ્વર મહાદેવ. મોતિયા ડુંગર માથી વહેતી અઢોર વન માંથી પસાર થતી કિમ નદી ના સાત ભાઇ અલગ અલગ સ્થાને બિરાજમાન છે. વાલીયા ના તુણા ગામ ખાતે કિમ નદી કિનારે ભગવાન શિવ નું સ્વયંમ ભૂ પ્રગટે શિવ અલૌકિક ધામ છે. અહીં પૂજન અર્ચન કરવા થી પૂત્ર પ્રાપ્તિ ની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે. શ્રાવણ માસ માં અહીં ભક્તો નું માનવ મહેરામણ ઉમટે છે. શિવરાત્રિના લોક મેળો યોજાઈ છે. વાલીયા તાલુકા ના તુણા ગામ ખાતે કિમ નદી કિનારે સ્વયંભૂ પ્રગટે શિવ મંદિર એટલે અધોરેશ્વર મહાદેવ મંદિર. અધોર વન વિસ્તાર માથી માનવ વસાહત નું આગમન થયું.

અને ગામડાંઓ અસ્થિત્વ આવ્યા તે પહેલા થી અહીં અધોરેશ્વર મહાદેવ બિરાજમાન છે.પૌરાણિક અધોરેશ્વર મહાદેવ મંદિર પાછળ ની ઉત્પત્તિ સાથે જોડાયેલી કથાનક એટલે દંતકથા મુજબ મોતિયા ડુંગર માથી પ્રગટેલી કિમલી નદી ના સાત ભાઈ હતા જે કિમ નદી ના કાંઠે જુદા- જુદા સ્થળે બેસેલા છે. જે પૈકી ના એક ભાઇ ગોરશ ભાઇ જે તુણા ગામ ખાતે બેસી ગયા જે આજે અધોરેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે.

તેમના અન્ય ભાઇ ઓ માં વાલીયા ના દહેલી ગામ ખાતે બિરાજમાન રંગનાથ મહાદેવ, મેરા ગામ ખાતે બિરાજમાન સોનેશ્વર મહાદેવ અને કિમ નદી ના સંગમ સ્થાને કંથેશ્વર મહાદેવ સહિત સાત ભાઇ બિરાજમાન છે. તૂણા ગામ ના પાદરે વહેતી પૂર્વ વાહિની લોકમાતા કીમાવતી નદી કાંઠે સ્વયંભૂ અધોરેશ્વર મહાદેવ મહાદેનું અતિ પ્રાચીન મંદિર છે. અધોરેશ્વર મહાદેવ નું ચમત્કારિક લિંગ બિરાજમાન છે. જે મંદિર બાજુ માં ભગવાન ગણેશ, શ્રી દત્તાત્રેય ભગવાન અને બળિયા દેવ બાપજી મંદિર આવેલા છે.

શ્રાવણ માસ માં તથા દર સોમવારે આવતી અગિયાર તેમજ મહાશિવરાત્રી અને અન્ય ધાર્મિક તહેવારો મોટી સંખ્યા માં ગુજરાત ભર માંથી ભક્તો ઉમટી પડે છે. અહીં અધોરેશ્વર મહાદેવ સમક્ષ સાચા દિલ થી કરેલી પ્રાર્થના અને માનતા દાદા પૂર્ણ કરે છે. 1952 માં અહીં શરૂ થયેલી પરંપરા મુજબ મહાશિવરાત્રી ના દિવસે સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા લધુ રુદ્ર કરવાં માં આવે છે.

અન્ય સમાચારો પણ છે...