તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:અંકલેશ્વર વોર્ડ નંબર-3 ની આદર્શ સોસાયટી છેલ્લા એક મહિનાથી ઉભરાતી ડ્રેનેજથી સ્થાનિકો પરેશાન

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકાની કારોબારી અધ્યક્ષની સોસાયટીમાં જ કર્મચારીની અનદેખી

અંકલેશ્વર વોડ નંબર 3 ની આદર્શ સોસાયટી છેલ્લા 1 મહિના થી ઉભરાતી ડ્રેનેજ થી રહીશો પરેશાન બની ઉઠ્યા છે. પાલિકાની કારોબારી અધ્યક્ષ ની સોસાયટીમાં જ કર્મચારી ની અનદેખી જોવા મળી રહી છે. શહેરના અત્યંત પોસ ગણાતી સોસાયટી માજ દૂષિત પાણી એ માઝા મુકતા લોકો રોષ જોવા મળ્યો હતો. વારંવાર ફરિયાદ કરવા છતાં નિવારણ નહિ આવતા લોકોમાં તંત્ર પ્રત્યે વિશ્વાસ ઉઠ્યો હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર શહેર ની સૌથી પોસ સોસાયટી માં ગણાતી આદર્શ સોસાયટી જ્યાં તબીબો, ઉદ્યોગકારો, કોન્ટ્રાકટરો વસવાટ કરે છે. તેમજ સોસાયટીમાં ઉભરાતી ડ્રેનેજ લાઈન ને લઇ રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.

એટલું જ નહિ અહીં નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ પણ રહે છે. જેમના હાથ માં પાલિકા ની ભાગદોડ છે. તેમની જ સોસાયટી માં છેલ્લા 1 મહિના થઈ ડ્રેનેજ નું દુષિત પાણી ઉભરાઈ રહ્યું છે. જે દુષિત પાણી લોકો ઘર બહાર રોડ પર ફેલાયું છે અને અંદર થી તીવ્ર વાસ પણ આવી રહી છે. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા રજૂઆત કરી છે.

છતાં એનું આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી. આ અંગે સ્થાનિક રહીશ રુદ્ર દેસાઈ ને જણાવ્યું હતું કે છેલ્લા એક મહિના થી આ સમસ્યા છે. 3 થી 4 વાર ફરિયાદ કરી છે છતાં અમારી સમસ્યા નું નિવારણ આવ્યું નથી. ઉભરાતી ડ્રેનેજ ની તીવ્ર વાસ તેમજ માર્ગ પર ચાલવું પણ મુશ્કેલ છે. આ અંગે વહેલી તકે સમસ્યાનો ઉકેલ આવે તેવી રહીશો ની માગ છે.

અન્ય સમાચારો પણ છે...