તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ભડકોદ્રા પાસે ટ્રક ચાલકે એક્ટિવા ચાલક યુવકને કચડી નાંખતા મોત

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના કાપોદ્રાથી ભડકોદ્રા જતી વેળાં યુવકને અકસ્માત નડ્યો

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે રહેતા રવજીભાઈ વસાવા ના 19 વર્ષીય પુત્ર આયુષ ગત રોજ રાત્રીના 10: 15 વાગ્યે કાપોદ્રા પાટીયા ડોમિનોઝ પિઝા સેન્ટર તરફ થી પરત ભડકોદ્રા ગામ ખાતે આવી રહ્યો હતો. તે દરમિયાન અંકલેશ્વર થી વાલિયા તરફ આવી રહેલી ટ્રક ચાલકે સામે આવી રહેલ આયુષ વસાવા ની એક્ટીવા ને અડફેટે માં લીધી હતી. અને માતેલા સાંઢ ની જેમાં એક્ટીવા સાથે આશાસ્પદ યુવાન આયુષ ને કચડી નાખ્યો હતો.

અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ને ફરાર થઇ ગયો હતો. જયારે અકસ્માતના પગલે આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. અને ઘટના ની જાણ પોલીસ તેમજ મૃતક ના પરિજનો કરતા લોકો દોડી આવ્યા હતા અને આકાશ ના મૃતદેહ ને જોઈ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જેમાં કેટલાક લોકો ટ્રકના કાચ સુધ્ધાં ફોડી નાખ્યા હતા. ઘટના અંગે જીઆઇડીસી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તેમજ ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત કરી યુવકના મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...