અકસ્માત:એક્ટિવા અને બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર, 2 ગંભીર, ઘવાયેલા બંને યુવાનોને સારવાર અર્થે ખસેડાયા

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે બનેલો બનાવ

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે એક્ટિવા અને બાઈક વચ્ચે ધડાકાભેર ટક્કર વાગતા 2 ઇસમ ગંભીર રીતે ઘવાયા હતા. બાઈક અને એક્ટીવા ખુરદો બોલ્યો હતો. બંને વાહનો વચ્ચે થયેલી ટક્કર ગંભીર રીતે ઘવાયેલા યુવાનો 108 માં સારવાર અર્થે ખસેડાયા હતા. સ્થાનિક લોકો દોડી આવી વાહન વ્યવહાર સાચવીને ઇજાગ્રસ્તોને મદદરૂપ થયા હતા.

અંકલેશ્વર સુરત વચ્ચે પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર અંસાર માર્કેટ પાસે સર્વિસ રોડ અડીને ગત મોડી સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ પસાર થતા બાઈક અને એકટીવા મોપેડ સામ સામે ધડાકાભેર ભટક્યા હતા બંને ગાડી ચાલક રોડ પર પટકાયા હતા. માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત નો અવાજ સાંભળી દોડી આવેલા લોકો બંને યુવાનો સાઈડ પર ખસેડ્યા હતા તેમજ 108 ને જાણ કરતા 108 ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...