અંકલેશ્વર સુરતને જોડાતા નેશનલ હાઈવે પર વાલિયા ચોકડી બ્રિજ ઉપર હાઈલી એસિડિક કેમિકલ વોટર ભરેલી ટેન્કર હેઝાર્ડ વેસ્ટ ભરેલા ડમ્પરમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કરનો વાલ્વ તૂટી જતા હાઈલી એસિડિક કેમિકલ વોટરનો માર્ગ પર ધોધ વહ્યો હતો. તીવ્ર વાસ સાથે શ્વાસ પણ લઇ ન શકાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. રાત્રે બનેલી ઘટનામાં પોલીસ અને લોકો પહોંચે તે પૂર્વે ટેન્કર ચાલક ટેન્કર લઇ સુરત તરફ ફરાર થઇ ગયો હતો.
અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે -48 પર આવેલ વાલિયા ચોકડી બ્રિજ પર રાત્રે સર્જાયેલા અકસ્માતના કારણે જળ પ્રદૂષણ ફેલાવાની સાથે લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો હતો. વાલિયા ચોકડી ઓવર બ્રિજ પર સુરત તરફ જતા ટ્રેક પર ગત રાત્રીના સમયે હાઈલી એસિડિક કેમિકલ યુક્ત પાણી ભરી જતા ટેન્કર પાછળ ઔદ્યોગિક વસાહત નું જ હેઝાર્ડ વેસ્ટ મટીરીયલ ભરેલા ડમ્પર ઘુસી જવા પામ્યું હતું.
જેને લઇ ટેન્કર નો વાલ્વ તૂટી જતા ટેન્કર માં રહેલ અત્યંત જોખમી હાઈલી એસિડિક કેમિકલ યુક્ત માર્ગ પર વહેવા લાગ્યું હતું અને જોત જોતા જાણે રાસાયણિક પાણી ધોધ વહી માર્ગ પર ફેલાઈ ગયું હતું તેમાં થી અત્યંત તીવ્ર વાસ આવતા લોકો શ્વાસ સુધ્ધાં લેવાની તકલીફ ઊભી થી હતી. તો અકસ્માત જાણ થતા વાલિયા ચોકડી ના પોલીસ જવાનો સ્થળ પર દોડી જતા ટેન્કર ચાલક અકસ્માત સ્થળ પર થી ટેન્કર લઇ પુરપાટ સુરત તરફ ફરાર થઇ ગયો હતો.
ઘટનાના પગલે એક તબક્કે લોકોની આંખોમાં બળતરા થવાની સાથે સ્થળ પર ઉભું રહેવું પણ મુશ્કેલ બન્યું હતું. તો એનસીટી અને જીપીસીબીને જાણ થતા બંનેની મોનિટરિંગ ટીમોએ ઘટના સ્થળે દોડી આવી સ્થળ તપાસ કરી જરૂરી સેમ્પલ લીધા લીધા હતા.
સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં છે
અમારી મોનીટંરીગ ટીમ દ્વારા સ્થળ તપાસ કરતા ત્યાં અકસ્માતના કારણે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યા છે. એટલું જ નહીં ઘટનાની ગંભીરતા જોતા જીપીસીબીએ નોટીફાઈડ તેમજ ઉદ્યોગ મંડળ સ્થળ પર પડેલ વેસ્ટ ને ડાઈલ્યૂટ કરી ઉઠાવી લેવા તાકીદ કરી હતી. તેમજ આઈ.આર.બી પાસે સીસીટીવી મેળવવાની કોશિષ કરવામાં આવી રહી છે. જે આધારે ટેન્કર સુધી પહોંચવાની કવાયત કરાઈ રહી છે. > આર.આર. વ્યાસ, પ્રાદેશિક અધિકારી , જીપીસીબી
સુરતના સચિન વાળી ઘટના થતા રહી ગઈ
વાલિયા ચોકડી પર રાત્રે થયેલા અકસ્માતમાં ટેન્કરમાં રહેલું અત્યંત જોખમી કેમિકલ યુક્ત પાણી માર્ગ પર ઢોળાયું હતું. જેને લઇને કેમિકલ નો અવેધ સ્થળે નિકાલ થતો હતો જે અટકી ગયો હતો. સ્થાનિક તંત્રની જાગૃતિથી રાત્રે જ તેને ડાઈલ્યૂટ કરી દેવતા સ્થળ પર સચિવ વાળી ઘટના બનતા અટકાવાઈ હતી.
કેમિકલ વેસ્ટથી ડામર રોડ પર તીરાડ પડી ગઈ
અત્યંત જોખમી રાસાયણિક કેમિકલ યુક્ત પાણી માર્ગ પર વહેતી થતા તેને માર્ગ ને પણ નુકસાન પહોંચાડ્યું હતું હતું ડામર ના માર્ગ પર પણ દરાર પડી જવા પામી હતી. તેમજ જે પાણી જથ્થા પર માટી નાખી ડાઈલ્યૂટ કરાયું હતું તે માટી જથ્થો પણ હાઈલી એસિડિક બન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.