વોન્ટેડ આરોપી પોલીસના સંકજામાં:સારંગપુર ગામે થયેલી ઈકો ગાડીના સાઇલેન્સર ચોરીના આરોપીને ટ્રાન્સફર વોટન્ટથી અંકલેશ્વર લવાયો

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામે થયેલી ઈકો ગાડીના સાઇલેન્સર ચોરીનો અમદાવાદનો રીઢા આરોપીને અંકલેશ્વર GIDC પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી અંકલેશ્વર લાવી હતી. પોલીસ ટ્રાન્સફર વોરંટ લઈ આવી અન્ય સાગરિકો અંગે તેમજ ચોરીના સાઇલેન્સર રિકવર કરવા રિમાન્ડની તજવીજ આરંભી હતી.

આરોપીએ અલગ અલગ વિસ્તારમાં ચોરીઓ કરી હતી
ભરૂચ એલસીબી પોલીસ દ્વારા તાજેતરમાં આમોદ પોલીસ મથકે પશુ ચોરીના સંડોવાયેલો અમદાવાદનો રીઢા ચોર ઇમરાન ઉર્ફે કાબરો વાહીદ બેલીમને ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસ દ્વારા તેની પૂછપરછ કરતા તેના સાગરીતો સાથે વાગરા તાલુકાના ઓરા ગામના એક ફાર્મ હાઉસમાંથી બકરા ચોરી કર્યા હતા. આ ઉપરાંત ભરૂચના સોનેરી મહેલ, માતરીયા તળાવ, લીક રોડ, ધોળીકુઈ બજારમાંથી અને ભરૂચના દહેગામમાંથી તેમજ આમોદના ગણેશનગર, આછોદ ચોકડી પાસે તેમજ અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતેથી અલગ અલગ વિસ્તારમાંથી ઇકો ગાડીમાંથી સાઇલેન્સર ચોરી કરી હતી. જે આધારે જિલ્લામાંથી કુલ 7 ઈકો ગાડીના સાઇલેન્સર ચોરી અને એક બકરાં ચોરી મળી કુલ 8 જેટલા ગુનાની કબૂલાત કરી હતી.

આરોપીને ટ્રાન્સફર વોરેન્ટ અંકલેશ્વર લેવાયો હતો
આ આરોપી વધુ પૂછપરછ કરતાં અમદાવાદના મોહમદ ઈંદ્રિસ ઊર્ફે ઈદડી હબીબ વોરા, દસ્તગીર ઉર્ફે દસકો મોહંમદ ઘાંચી, મોઇન ઉર્ફે ગડ્ડી મોહંમદ પાનારા, અસલમ ઉર્ફે બાટલી હુસેનશા દીવાન પણ તેની સાથે નામ પણ સામે આવ્યું હતું. પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા. અગાવ ભરૂચ ઉપરાંત રાજ્યના 9 જેટલા અલગ અલગ પોલીસ મથકે ઇમરાન ઉર્ફે કાબરો વાહીદ બેલીમ ઝડપાયો હતો. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ ઇમરાન ઉર્ફે કાબરો વાહીદ બેલીમની ટ્રાન્સફર વોરન્ટ મેળવી ધરપકડ કરી હતી. અને તેના રિમાન્ડની તજવીજ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...