ધરપકડ:પાનોલી નજીક ફાયરિંગ કરનાર આરોપી 5 વર્ષે પોલીસ સકંજામાં

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાંસોટના ગેંગવોરમાં ફાયરિંગની ચકચારી ઘટના બની હતી

હાંસોટ ના બે જૂથ વચ્ચે થયેલી તકરારમાં પાનોલી નજીક ફાયરિંગ કરનાર 5 વર્ષે ઝડપાયો હતો 2017 માં પાનોલી નજીક હાંસોટ ના પપ્પુ ખોખર જૂથ ના ઈસમો એ સ્વ. સાબીર કાનુગા ના ભાઈ અને જૂથ ના ઈસમો પર હુમલો કર્યો હતો. સોનગઢ થી એલસીબી પોલીસે અખ્તર ઉર્ફે ખટકી શાહ ને ઝડપી પાડ્યો હતો. 2017 તાલુકા પોલીસ મથકે રાયોટીંગ અને આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો.

2017 માં અંકલેશ્વરના પાનોલી ખાતે હાંસોટ ના કુખ્યાત પપ્પુ ખોખર અને શાબીર કાનુગા ગેગવોર માં સ્વ. શાબીર કાનુગા ના ભાઈ અને સભ્યો કોર્ટ માંથી હાંસોટ જઈ રહ્યા હતા એ દરમિયાન પપ્પુ ખોખર જૂથના સભ્યો તેમની ગાડી આંતરી હતી અને ફાયરિંગ કયું હતું.જે ગુનામાં છેલ્લા 5 વર્ષ થી પોલીસ ચોપડે વોન્ટેડ અખ્તર ઉર્ફે ખટકી શાહ તાપી જિલ્લાના સોનગઢ ખાતે છુપાયો હોવાની ચોક્કસ માહિતી ભરૂચ એલસીબી પોલીસને મળી હતી.

જે આધારે એલસીબી પી.આઈ. કે.ડી. મંડોરા ના માર્ગદર્શન હેઠળ એક ટીમ પી.એસ.આઈ.જે.બી. જાદવ, અને પી.એસ.આઈ પાંચાણી તેમજ પી.એસ.આઈ.જે.એન. ભરવાડ અને પોલીસ જવાનો સાથે સોનગઢ રવાના થઇ હતી અને માહિતી વાળા સ્થળે છાપો મારી અખ્તર ઉર્ફે ખટકી શાહ ને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર ખાતે લઇ આવી તાલુકા પોલીસ ના હવાલે કર્યો હતો. 2017 તાલુકા પોલીસ મથકે રાયોટીંગ અને આર્મ્સ એક્ટ અને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...