તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૃતકનું માથુ શોધવાના પ્રયાસ:અંક્લેશ્વરમાં પુરૂષની મર્ડર મિસ્ટ્રીમાં આરોપીઓ પોલીસથી હાથવેંત દૂર

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની 5થી વધુ ટીમોની ઊંડાણપૂર્વક તપાસ

અંક્લેશ્વરની મર્ડર મિસ્ટ્રીને ઉકેલવા માટે પોલીસની એલસીબી તેમજ સ્થાનિક પોલીસ મથકોની 5થી વધુ ટીમ સતત કામે લાગી છે. અમરતપરા ગામ પાસે પહેલાં બે બેગમાં પુરૂષના બે હાથ અને બે પગ ભરેલી બે બેગ મળ્યાં બાદ સારંગપુર રેલવે ફાટક પાસેથી એક બેગમાં મૃતકનું ધડ મળી આવ્યું હતું. અમાનવિય રીતે કરાયેલી ક્રુર હત્યામાં આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે ટીમો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે.

અંક્લેશ્વરના અમરતપરા ગામ પાસેના નાળામાં એક પુરૂષના બે હાથ અને બે પગ ભરેલી બે બેગ મળી આવી હતી. પોલીસે તુરંત એક્શનમાં આવી હત્યારાઓને તેમજ મૃતકના અન્ય ભાગોને શોધવાની કવાયત હાથ ધરતાં તે જ દિવસે મોડી રાત્રિના સમયે સારંગપુર રેલવે ફાટક પાસેથી એક બેગમાં પુરૂષનું ધડ મળી આવ્યું હતું.

અંક્લેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઇએ અંક્લેશ્વર શહેર-જીઆઇડીસી પોલીસ તેમજ એલસીબીના કર્મીઓની આરોપીઓને શોધવા માટેની 5થી વધુ તપાસ ટીમો બનાવી હતી. વિસ્તારના સીસીટીવીના ફૂટેજ મેળવવા સાથે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓના પગેરૂ મેળવવા માટે ટીમોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, પોલીસને આરોપીઓની કડી મળી હોવાનું તેમજ તેઓ પોલીસ પકડથી હાથવેંત દુર હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...