કાર્યવાહી:43 લાખના કલર ચોરીમાં આરોપી ઝબ્બે

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અંકલેશ્વરની એશિયન પેઇન્ટ કંપનીમાંથી મોકલાયેલા ડબ્બા સગેવેગ કરી દેવાયાં હતાં

એશિયન પેન્ટ કંપની ના કલર ના ડબ્બા સગેવગે પ્રકરણ માં વધુ 1 આરોપી ની ધરપકડ કરવામાં આવી છે. ગત 7 જુલાઈ ના રોજ એશિયન પેઇન્ટસ કંપની માંથી પશ્ચિમ બંગાળમાં હુગલી ખાતે 1790 કલર ના ડબ્બા મોકલ્યા હતા. અંકલેશ્વર સ્થિત એશિયન પેન્ટ કંપની દ્વારા ગત 7 મી જુલાઈ ના રોજ કંપની પશ્ચિમ બંગાળમાં હુગલી ખાતે 1790 કલર ના ડબ્બા મોકલ્યા હતા. જે ટ્રક ચાલકે બારોબાર અન્ય ઈસમો ની મદદ થી 43 લાખ ના ડબ્બા સગેવગે કરી દીધા હતા. જે અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

કલર ચોરી માં આ અગાવ પોલીસે 14 જુલાઈના રોજ 3 ઈસમ અને 22 જુલાઈ ના રોજ 2 ઈસમો ની ધરપકડ કરી ટ્રક કન્ટેનર અને કલર ના ડબ્બા રિકવર કર્યા હતા. આ અંગે જીઆઇડીસી પોલીસ મથક ધ્વરા ચાલી રહેલી તપાસ દરમિયાન કંડકટર શિવાલ ઉર્ફે બુઢો ધીરજલાલ વડગામા નું નામ સામે આવ્યું હતું. જે પોલીસ થી બચવા અલગ અલગ જગ્યાએ સંતાઈ રહ્યો હતો. પોલીસે બોટાદ ના મૂળ રહેવાસી શિવાલ ઉર્ફે બુઢો ધીરજલાલ વડગામા સુરત ખાતે હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે આધારે સુરત પોલીસ ની મદદ થી વરાછા ખાતે આવેલ વૈશાલી ત્રણ રસ્તા ખાતે વોચ ગોઠવી આબાદ ઝડપી પાડ્યો હતો.

જેને સુરત પોલીસ સમક્ષ એશિયન પેન્ટ કંપની ના કલર ડબ્બા સગેવગે પ્રકરણ માં ટ્રક ચાલક પ્રભાત હીરાજી ઠાકોર સાથે મળી પશ્ચિમ બંગાળમાં હુગલી ખાતે 1,790 કલર ના ડબ્બા જે મોકલવાના હતા જે સગેવગે કરી દીધા હતા. તેની કબૂલાત કરી હતી જે આધારે સુરત પોલીસ એ સી.આર.પી.સી 102 મુજબ અટક કરી આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા જીઆઇડીસી પોલીસે ટ્રાન્સફર વોરન્ટ મેળવી તેની ધરપકડ કરી હતી. આ અંગે જીઆઇડીસી પોલીસ મથક ધ્વરા ચાલી રહેલી તપાસ દરમિયાન કંડકટર શિવાલ ઉર્ફે બુઢો ધીરજલાલ વડગામા નું નામ સામે આવ્યું હતું. લાખો રૂપિયાના કલરચોરી પ્રકરણમાં અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દોડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...