રીઢો આરોપી LCBના સકંજામાં:અંકલેશ્વરમાં ત્રણ ગુનાઓમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો; અપહરણ જેવા ગુનાઓમાં 2 વર્ષથી ફરાર હતો

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર શહેરના અપહરણ અને સુરતના કુલ ત્રણ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી ભાગતો ફરતો હાંસોટનો કુખ્યાત રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડીને જેલ ભેગો કર્યો છે.

આરોપી અંકલેશ્વર અને સરથાણાના ત્રણ ગુનામાં વોન્ટેડ હતો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ ભરૂચ જિલ્લા એસપી ડૉ. લીના પાટિલે શહેર અને જિલ્લામાં વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા દરેક પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા હતા. જેના આધારે ભરૂચ LCBની ટીમ પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ કામગીરી કરી રહ્યાં હતા. તે દરમિયાન અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના અપહરણના ગંભીર ગુનામાં સી.આર.પી.સી કલમ-70 મુજબના વોરંટનો તથા સુરત જિલ્લાના સરથાણા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી રીઢો આરોપી બદરુદ્દીન અશરુદ્દીન ખાન રહે, મલેક ફળીયું. નાની બજાર એસ.કે. શોપ હાંસોટનો પોલીસ ધરપકડથી નાસતો ફરતો હતો.

ટીમને આરોપી તેના ઘરે આવવાની માહિતી મળી હતી
જેની ભરૂચ એલસીબી ટીમને બાતમી હકીકત મળી હતી કે, આ રીઢો આરોપી તેના હાંસોટ ગામ ખાતેથી તેના ઘરે આવ્યો છે. આ માહિતીના આધારે પોલીસે તેના ઘરે તપાસ કરીને તેને ઝડપી પાડ્યો હતો. તેની સામે સી.આર.પી.સી.ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પ્રથમ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. ત્યાર બાદ વધુ કાર્યવાહી માટે સરથાણા પોલીસ મથક (સુરત) ખાતે મોકલી દેવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...