સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં લગ્નમાં જઈ રહેલા અંકલેશ્વરના યુવાનો વાડી-કેવડી રોડ પર રાણીકૂંડ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. જ્યાં વણાંકમાં તેમની કાર પલ્ટી ખાઈ જતાં 2 યુવાનોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે કારમાં સવાર અન્ય બે યુવકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઉમરપાડા તાલુકાના કેવડી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા અંકલેશ્વરના યુવાનોની કારને અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે કેવડી ખાતે લગ્ન પ્રસંગ પતાવી પરત ફરતી વેળા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર પલટી ગઈ હતી.
જેમાં અંકલેશ્વરના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા સુમિત નટવર ચાવડા અને સંજય નગરમાં રહેતા કાર ચાલક તેજસ સુરેશ બાવીષ્કરનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ભરૂચીનાકા વિસ્તારમાં રહેતા સાગરસિંહ ચાવડા અને વાલિયાના હાર્દિક શાહને ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતની જાણ થતાં ઉમરપાડા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
રાણીકુંડના પાટિયા પાસના જોખમી ટર્નિંંગમાં અત્યાર સુધી અનેક અકસ્માત સર્જાયા છે
વાડી કેવડી માર્ગ પર રાણી કુંડ ગામના પાટિયા પાસે જોખમી ટર્નિંગ છે અને ઢાળ હોવાથી વાહનોની સ્પીડ વધી જતા ઘણીવાર આ સ્થળે અકસ્માતો થયા છે ભૂતકાળમાં એક જીપ પલટી મારી જતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા આ પ્રમાણે સમય અંતરે અકસ્માતની ઘટના આ સ્થળે બનતી રહે છે ત્યારે અકસ્માતો નહીં સર્જાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવે તે જરૂરી બન્યું છે.-
ગુલાબભાઈ વસાવા માજી સરપંચ, ઉમરખાડી ગામ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.