અકસ્માત:સુરવાડી બ્રિજ પર ફેલાયેલી રેતીથી અકસ્માત, બાઇક ચાલક ઇજાગ્રસ્ત

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરવાડી બ્રિજ પર રેતી અને માટીના ઢગલાના કારણે અકસ્માત સર્જાયો. - Divya Bhaskar
સુરવાડી બ્રિજ પર રેતી અને માટીના ઢગલાના કારણે અકસ્માત સર્જાયો.
  • રેતી અને ધૂળના કારણે યુવાનની બાઈક સ્લિપ થઇ ગઇ હતી

અંકલેશ્વર ગડખોલ સુરવાડી ફાટક પર બનેલ રેલ્વે બ્રિજ પર હવે સફાઈ બાદ ત્યાંજ વાળેલા માટી રેતી કાંપના ના ઢગલા લોકો માટે જોખમી બન્યા છે ગત રોજ બ્રિજ ફેલાયેલી રેતી અને માટી ને લઈ બાઈક સવાર યુવાન ની બાઈક સ્લીપ થઈ જવા પામી હતી જે બાદ યુવાન ગંભીર રીતે ઘવાયો હતો જેને 108 ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બ્રિજ પર ઠેર ઠેર રેતી અને માટી ના ઢગલા અને કચરાનો જથ્થો જોવા મળ્યો હતો તો બ્રિજ પર દારૂ ની ત્યજી દેવાયેલી થેલી ઓ નો જથ્થો નજરે પડ્યો હતો જે જોતા બ્રિજ પર રાત્રી ના દારુ ની મહેફિલ પણ જામતી હોવાનું નકારી શકાય નહીં.

તો બ્રિજ નીચે પણ દારૂનો બોટલ જોવા મળી હતી જે જોતા રાત્રી ના અસામાજિક તત્વો નો અડિગો જામતો હોવાની સાથે જાહેર માં દારૂ ની મહેફિલ યોજાઈ રહી હોવાની પ્રતીતિ થઇ રહ્યું છે તો લોકો પણ આ અંગે પુષ્ટિ કરી રહ્યા છે. બ્રિજ ની સફાઈ તેમજ નિભાવન કરવા જવાબદારી પંચાયત, પાલિકા , માર્ગ અને મકાન વિભાગ કે પછી બ્રિજ ના ઇજારદાર ની છે તે જ સવાલ ઉભો થઇ રહ્યો છે. તો પોલીસ વિભાગ દ્વારા રાત્રી ના પણ અહીં પેટ્રોલિંગ વધારવામાં આવે એ જરૂરી છે. તેમજ ત્વરિત અસર થી સફાઈ કરવામાં આવે તેવી માગ વાહન ચાલકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...