અકસ્માત:અંકલેશ્વરમાં ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત : 4 ઘાયલ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તોને 108માં સારવાર અર્થે ખસેડાયા
  • ઓએનજીસી ઓવર બ્રિજ પાસે બનેલી ઘટના

અંકલેશ્વર ઓએનજીસી કોલોની નજીક ટ્રેલર અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સજર્યો હતો. ઓએનજીસી ઓવર બ્રિજના ધાર પાસે અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર ઓએનજીસી કોલોની નજીક ઓએનજીસી ઓવરબ્રિજ પાસે ગત રાત્રી ના ટર્નીંગ પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાત્રી ના બ્રિજ ના છેડા પાસે આવી રહેલ ટ્રેલર સાથે સ્કોર્પિયો કાર વચ્ચે ધડાકાભેર ટક્કર સર્જાઈ હતી જેમાં કારની આગળના ભાગનો ખુરદો બોલી ગયો હતો. જયારે સ્કોર્પિયો સવાર 4 ઈસમને ઇજા પહોંચતા તેમને 108ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે ઘટના અંગે હજી સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...