હાંસોટ બસ ડેપો નજીક એસ.ટી.બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એસ.ટી બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ડેપોમાંથી બસ બહાર આવી રહી હતી એ દરમ્યાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાની નહિ સર્જાય ના હતી.
હાંસોટ ખાતે આવેલ એસ.ટી ડેપોમાંથી બહાર નીકળી રહેલ એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક સમયે ભારે દોડધામ મચી હતી, અકસ્માતની ઘટનામાં એસ.ટી બસના કાચ તૂટી ગયા હતા જોકે સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરોને કોઈપણ પ્રકારની ઇજાઓ ન પહોંચતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એસ.ટી બસ અને ટેન્કર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે ઘટના અંગે હાંસોટ પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.