અંકલેશ્વરની જેન્ટીવા કંપનીમાં ધોસ ઇન્ડસ્ટ્રીઝના કામદારો એસી ડક કામગીરી કરતા વખતે સિલિગ તૂટી પડતા બે કામદારો નીચે પટકાયા હતા. જેમાં 2 કામદારને ગંભીર ઇજા પહોંચતા બંનેને તાત્કાલિક સારવાર હેઠળ જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. બનાવ અંગે કોન્ટ્રાક્ટર દ્વારા જીઆઇડીસી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ આરંભી છે.
પૅનલ સિલિંગ તૂટતા બે કામદારો નીચે પટકાયા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી જેન્ટીવા કંપનીમાં મુંબઈની ધોંસ ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ વેર હાઉસ પ્લાન્ટમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં હાલ એસી ડકની કામગીરી ચાલી રહી છે. જે કામગીરી કોન્ટ્રાક્ટના વિનોદ, હૈદર અલી, બિલાસ, રાજીવ, મીઝા નુર, ઈજા નુર અને સુપરવાઇઝર વિનોદ ચોરસિયા સિનિયર સચિન પાટીલ જોડે કામ કરી રહ્યાં હતા. તે દરમિયાન બપોરે હૈદર અલી અને બિલાસ જે જગ્યાએ કામ કરતા હતા ત્યાં પેનલ સિલિંગ અચાનક તૂટી પડતાં બંને ઇસમો ઉપરથી નીચે પટકાયા હતા. જેને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. જેઓ હાલ સારવાર હેઠળ આઈસીયુમાં છે. ઘટના અંગે ધોંસ કંપનીમાં સુપરવાઇઝર વિનોદ ચોરસીયા દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવા જોગ ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.