તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:અભયમની ટીમે સમજાવતા ત્રણ મહિનાથી ઘરે રહેતા પતિએ નોકરી પર જવાનું શરૂ કર્યું

અંકલેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • ઘરમાં આવતી પગારની આવક બંધ થઇ જતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું હતું
 • પત્નીએ 181 અભયમની ટીમને જણાવી મદદ માંગતા મામલો થાળે પડ્યો

કોરોનામાં કાળમાં બે પુત્રીના પિતાએ નોકરી પર જવાનું છોડી દેતા પત્નીને ઘર ચાલવું ગૃહિણીને ભારે પડયુંં હતું. અંતે પત્નીએ 181ની ટીમની મદદ લેતા ટીમે પતિને સમજાવતા બીજા દિવસથી નોકરી પર જતા પત્નીએ અભયમ ટીમને ફોન કરી આભાર વ્યક્ત કર્યો હતો.

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વરમાં રહેતી એક પરિણીતાનો અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માગી હતી . તેવો ફોન પર અભયમની ટીમે જણાવ્યું હતું. તેમના પતિ નોકરીએ જતા નથી અને ઘરે રહી અમને હેરાનગતિ કરે છે. ઝઘડા કરે છે. પતિ અંકલેશ્વર GIDCમાં નોકરી કરતા હતા. પરંતુ કોરોના કાળામાં છેલ્લા 3 મહિનાથી નોકરી પર જવાની બંધ કરી દીધુ છે. નોકરી પર ન જવાના કારણે ઘરમાં પગાર રૂપે આવતા આવક નહીં આવતા બાળકો સહિત પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બનાવ્યું છે. સઘળી હકીકતથી અભયમ ટીમને વાકેફ કરતા ટીમના સભ્યોએ ભરૂચ સ્થિતના તેમના સ્થળ પર પહોંચી હતી અને પતિને પરિવારની જવાબદારી અદા કરવા અને પરિવારની જરૂરિયાત સંતોષવા માટે કલાકો સુધી પતિને ટીમના સભ્યો સમજાવતા પરિણીતાના પતિ રનોકરી પર જવા માટે સહમત થઇ ગયા હતા. તેઓ બીજા દિવસે નોકરી પર જવાની પણ શરૂઆત કરતા પત્નીએ અભયમ ટીમને કોલ કરી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો