તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન સંવેદના યાત્રા:2022માં ગુજરાતમાં સરકાર બનાવવાનો આપ નેતાનો દાવો

અંકલેશ્વર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપની જન સંવેદના યાત્રા બાદ ભાજપ-કોંગ્રેસની પણ યાત્રાઃ ઈશુદાન
  • અંકલેશ્વર સ્થિત માં શારદા ભવન ખાતે આપનો કાર્યક્રમ યોજાયો

અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા આવી પહોંચી હતી. જેમાં આપ નેતા ઈશુદાન ગઢવીએ આગામી 2022 માં પુનઃ સરકાર બનાવવાનો દાવો રજુ કરી હતી. આપ પાર્ટીની જન સંવેદના યાત્રા જોઈને જ કોંગ્રેસે ન્યાય યાત્રા અને ભાજપ જન આર્શીવાદ યાત્રા કાઢવી પડી હોવાનો તોળો માળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ ગુજરાત એ અને બી ટીમ છે આપ પાર્ટી ભાજપ ની બી ટીમ નથી. અંકલેશ્વર માં શારદા ભવન ખાતે તાલુકા, શહેર અને નોટીફાઈડ આપ પાર્ટી નો કાર્યક્રમ યોજાયો હતો.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત માં છેલ્લા 61 દિવસ થી કાઢવામાં આવેલ જન સંવેદના યાત્રા ગત રોજ આપ નેતા ઈશુદાન ગઢવી ના આગેવાન પદ હેઠળ અંકલેશ્વર માં આવી પહોંચી હતી. અંકલેશ્વર માં શારદા ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમ માં આપ નેતા ઈશુદાન ગઢવી ભાજપ સરકાર પર કોરોના મૃતક આપવા આવતા વળતર નો સવાલ ઉઠાવ્યો હતો તો મોંઘવારીના મુદ્દે ગેસ અને પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારાના મુદ્દે પ્રહાર કર્યા હતા. કાર્યક્રમ હરેશ જોગરાણા, કલ્પેશ તેલવાલા, જયેન્દ્રસિંહ રાજ ચિંતન પંડ્યા, આપ પાર્ટી જિલ્લા પ્રમુખ તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ બાદ તો કાર્યક્રમ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કોરોના કાળ માં મૃતકો ને વળતર કેમ સરકાર ચૂકવી નથી રહી. જો દિલ્હીમાં આપ પાર્ટી સરકાર 50-50 હજાર રૂપિયા મૃતક પરિવાર ને સહાય રૂપે ચૂકવી શકતા હોય તો ગુજરાત સરકાર કેમ નહિ કોર્ટ નો હુકમ છતાં સરકાર સહાય આપતી નથી. જેને લઇ અમારી આ જન સંવેદના યાત્રા નીકળી છે. જે ગમે ગામ ફરી મૃતક પરિવારો ને મળી રહી છે તેમજ તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહી છે. આગામી 2022 ની ચૂંટણી અમારી સરકાર બનવા ની છે.

જો ભાજપ સરકાર કોરોના માં મૃત્યુ પામેલા પરિવાર ને વળતર નહિ આપે તો અમે સત્તામાં આવતા જ અને 50-50 હજાર રૂપિયા આપીશું. આજે ભાજપ એ કાઢેલી જન આર્શીવાદ યાત્રા અને કોંગ્રેસ ની ન્યાય યાત્રા અમારી યાત્રા જોઈ લોકો ના અભૂતપૂર્વ સહકાર જોઈ કઢાવી પડે છે.

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ
કાર્યક્રમના અંતે અંકલેશ્વર તાલુકા કોરોના મૃત્યુ પામેલા સ્વજનો શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો કાર્યક્રમ બાદ ગડખોલ ના ગંભીર બીમારી થી પીડાતા પાર્થ પવાર ના ધરે ઈશુદાન ગઢવી તેમજ એ ના નેતા પહોંચ્યા હતા અને તેવો દ્વારા પાર્થ પવાર ને આર્થિક મદદ કરવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...