નહાવા પડેલા યુવાનનું કરુણ મોત:વાલિયા પાસેના તળાવમાં નાહવા પડેલા યુવકનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત; ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહ શોધી કાઢયો

અંકલેશ્વર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાન પુત્ર અને મિત્રો સાથે માછીમારી કરવા ગયો હતો
  • વાલીયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાલિયાના નીલકંઠનગર સોસાયટી નજીક આવેલા તળાવમાં 35 વર્ષીય યુવક માછીમારી કરીને નાહવા પડ્યો હતો.તે સમય દરમિયાન તે ઊંડા પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ અંકલેશ્વર ફાયરના જવાનોને કરાતા ફાયરની ટીમે ભારે જહેમત બાદ યુવકના મૃતદેહનો શોધીને બહાર કાઢ્યો હતો. સમગ્ર બનાવમાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

તળાવમાં નાહવા પડતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો
અંકલેશ્વર નજીક આવેલા વાલીયાના સિલુંડી ચોકડી નજીક 35 વર્ષીય ચેતન ગુરજી વસાવા રહેતો હતો. ગતરોજ ચેતન તેના પુત્ર અને અન્ય પાંચ વ્યક્તિઓ સાથે વાલિયાની નિલકંઠનગર સોસાયટી નજીક આવેલા તળાવમાં માછીમારી કરવા ગયા હતા.તે દરમ્યાન ચેતન વસાવા તળાવમાં નાહવા પડતા ઊંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી જતા લાપત્તા બન્યો હતો.

અંકલેશ્વર ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહ શોધી કાઢ્યો
આ અંગેની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. જેમાં ઝઘડિયા GIDC અને અંકલેશ્વર નગર પાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયરના જવાનો આવ્યા હતા. ફાયરના જવાનોએ તળાવ ઉતરીને લાપત્તા બનેલા ચેતન વસાવાની શોધખોળ શરુ કરી હતી. જોકે ભારે જહેમત બાદ ચેતન વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો. વાલિયા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...