તપાસ:અંકલેશ્વરના મીરાનગર‎ પાસે યુવકની હત્યા કરાઇ‎,અંદાજે 25 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો‎

અંકલેશ્વર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોથડ પદાર્થ મારી હત્યા કરાયાનું અનુમાન‎

બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરા નગર પાછળ ધાડ બાવળનું જંગલ આવેલું છે જે બાવળની ઝાડીમાં અંતરિયાળ ભાગ અજાણ્યા ઈસમો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. જ્યાં સ્થાનિક રહીશો સુરેન્દ્ર સિંગ દેવેન્દ્ર સિંગ કામ અર્થે ઝાડી તરફ જતા તેમણે મૃતદેહ ને જોતા જ સ્થાનિક લોકોને જાણ કરી જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જીઆઇડીસી પી.આઈ આર.એન કર્મથીયા તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

તેમજ ડી.વાય.એસ.પી ચિરાગ દેસાઈ પણ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં 25 થી 30 વર્ષીય ઉંમર ના ઈસમ ને માથા ના ભાગે ગંભીર ઇજા સાથે લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. પ્રાથમિક સ્થળ તપાસ માં બોર્થડ પદાર્થ વડે ગંભીર ઇજા કરી હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પ્રાથમિક યુવાન સ્થાનિક ના હોવાની પણ વિગતો સપાટી એ આવતા અજાણ્યા ઈસમ કોણ છે તે અંગે પોલીસ દ્વારા શોધખોળ આરંભી હતી.

તેમજ એફ.એસ.એલ અને ડોગ સ્કોર્ડ ની મદદ થી સ્થળ પર હત્યા ના પુરાવા એકત્ર કરવાની કવાયત આરંભી હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સ વડે યુવાન ઓળખ છતી કરવા નો દોર શરુ કરી મૃતદેહને પેનલ પી.એમ અર્થે ખસેડાયો હતો. ઘટના અંગે ડી.વાય.એસ,પી ચિરાગ દેસાઈ એ જણાવ્યું હતું કે અજાણ્યા ઈસમો વિરુદ્ધ હાલ હત્યાનો ગુનો દાખલ કરી મૃતક ઈસમ કોણ છે તેની ઓળખ માટે ની કવાયત આરંભી છે. યુવાનની ઓળખ થતા હત્યા ની કડી પણ મળી જશે હાલ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...