શોધખોળ:માંડવા ગામના યુવકે કેબલ બ્રિજ પરથી નર્મદા નદીમાં ભૂસકો માર્યો

અંકલેશ્વર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ ફાયરના જવાનો - સ્થાનિક માછીમારોએ નદીમાં શોધખોળ શરૂ કરી
  • કેબલ બ્રિજ પરથી બાઈક- ચપ્પલ મળ્યાં,શહેર પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ ખાતે રહેતા 27 વર્ષીય યુવાને કેબલ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવતા ભરૂચ નગરપાલિકા ફાયર ના જવાનો એ નર્મદા નદી માં શોધખોર શરુ કરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર ના માંડવા ગામ ના વાળંદ ફળીયા માં રહેતા 27 વર્ષીય ઝાકીર સઈદ મુલતાની એ કોઈક અગમ્ય કારણોસર નેશનલ હાઇવે નંબર 48 પર ના કેબલ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોત ની છલાંગ લગાવી હતી.

જે અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ ને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ભરૂચ નગરપાલિકા ના ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ફાયર ના જવાનો દોડી આવ્યા હતા, અને ઝાકીર ના મૃતદેહને નર્મદા નદી માં શોધખોર શરુ કરી છે , જોકે હજી સુધી તેનો મૃતદેહ મળી આવ્યો ન હતો ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ શરુ કરી હતી,પોલીસને કેબલ બ્રિજ પરથી જાકીર ની બાઈક અને ચપ્પલ મળી આવ્યા હતા, જેના પરથી તેની ઓળખ કરવામાં આવી હતી શહેર પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...