તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રેલવે ટ્રેક ઉપર પશુને બચાવવા જતા યુવકનું ટ્રેનની અટફેટે મોત

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના ગડખોલ રેલ્વે ફાટક નજીક યુવક પશુ ચરાવવા માટે ગયો હતો
  • પરિવારે બારોબાર અંતિમ વિધિ કરી, પોલીસે 4 વિરુદ્ધ ગુનો નોંધ્યો

અંકલેશ્વર જનતાનગર વિસ્તારમાં રહેતા આલા પોલા ભરવાડ ગતરોજ ગડખોલ રેલ્વે ફાટક નજીક આવેલી નહેર પાસે પશુ ચરાવી રહ્યો હતો. દરમિયાન એક પશુ રેલવે ટ્રેક પર પહોંચી ગયું હતું. ત્યારે જ ટ્રેન આવતા તે પશુને ભગાડવા દોડ્યો હતો પણ તેનો પગ લપસી જતાં રેલવે ટ્રેક પર પટકાયો હતો. આ સમયે રનિંગ ટ્રેનની અડફેટે પશુ તેમજ આલા ભરવાડ બંને આવી જતાં તે બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતાં.

ભરવાડ સમાજના અને મૃતકના કુટુંબી માલજી ભરવાડ, મૃતકના પુત્ર અનિલ ભરવાડ, ભરત ભરવાડ અને વિક્રમ ભરવાડ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રેલવે પોલીસને કે શહેર પોલીસને જાણ કર્યા વિના આલા ભરવાડના મૃતદેહને પરિવારજનોએ ઘરે લઈ જઈ અંતિમ વિધિ કરી હતી.ટ્રેનના ચાલકે રેલ્વે સ્ટેશને ખાતે જાણ કરતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. શહેર પોલીસને જાણ ન કરવા બદલ મૃતકના કુટુંબી વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...