દારૂના વેપલા સામે પોલીસની લાલ આંખ:અંકલેશ્વર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનારો યુવક ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

અંકલેશ્વર23 દિવસ પહેલા

અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરનાર ભાવિક પાલેજવાલા ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાઈ જવા પામ્યો હતો. ઘરના રસોડામાં સંતાડેલી 16 બોટલ મળી રૂ. 9200 મુદ્દામાલ જપ્ત કરાયો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઘરમાં દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપાયો
અંકલેશ્વર શહેર પોલીસે ગઈકાલે મંગળવારે ઈંગ્લીશ દારૂ અંગે મળેલી ચોક્કસ માહિતીના આધારે ભાવિક નવીનચંદ્ર પાલેજવાલા ઘરે દરોડા પાડ્યા હતા. જ્યાં ઘરમાં રસોડામાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 2 લીટરની 2 બોટલ 750 એમ.એલની 10 અને 375 એમએલની 1 અને બિયરના ટીન 16 મળી કુલ 30 નાની મોટી બોટલ મળી ઝડપી હતી. પોલીસે 9200 રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, ભાવિક નવીનચંદ્ર પાલેજવાલા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈને પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ભાવિક દારૂ વેચાણ કરતા તો પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા.જોકે સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...