અંકલેશ્વર - ભરૂચ વચ્ચે હાઈવે ઉપર આવેલી વર્ષા હોટલ પાસે અજણ્યા વાહન ટક્કરે ભરૂચ ના યુવાન નું મોત નીપજ્યું હતું. નોકરી પરત ફરતી વેળા યુવાન ની બાઈક અજણ્યા વાહન છલકે વર્ષા હોટલ પાસે આવેલ યુ ટર્ન પાસે ટક્કર મારતા ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. અંકલેશ્વર શહેર પોલીસે અકસમાતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચ ખાતે ભરૂચ ખાતે રહેતા અને અંક્લેશ્વર ડેક્કન કંપની કામ કરતા જયદત્તસિંહ હરેન્દ્રસિંહ ડોડીયા ગત રોજ કંપની ખાતે જનરલ શિપ પૂર્ણ કરી ધરે જવા નીકળ્યા હતા તેવો રાજપીપલા ચોકડી થી વર્ષા હોટલ યુ ટર્ન પાસે પોતાની મોટર સાઇકલ લઇ પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહન ચાલક એ તેમની મોટર સાઇકલ ને અડફેટે માં લેતા તેવો ને ગંભીર ઇજા પહોંચી હતી જે ગંભીર ઇજા સાથે તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને ફરજ પર ના તબીબો મૃત જાહેર કર્યો હતો આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે મૃતક ના કાકા રાજેન્દ્રસિંહ ભીમસિંહ ડોડીયા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.