ક્રાઇમ / દારૂની ડિલિવરી આપવા જતી મહિલા ઝડપાઇ

A woman was caught delivering liquor
X
A woman was caught delivering liquor

  • 3 મહિલા સહીત બુટલેગર સામે ગુનો નોંધાયો

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

અંકલેશ્વર. અંકલેશ્વર પોલીસ મથકની ટીમ પેટ્રોલિગમાં હતી તે દરમિયાન બાકરોલ બ્રિજ પાસે શંકાસ્પદ હિલચાલ કરતી ગીતાબેન વીરાભાઈ કોળી પટેલ રહે ગણદેવીના રોકી પૂછપરછ આરંભી હતી તેમજ તેની પાસે રહેલ થેલામાંથી ઈંગ્લીશ દારૂની અલગ અલગ બોટલ મળી આવી હતી. પોલીસે તેની વધુ પૂછપરછ મારતા મંજુલાબેન નરેશ નાયકા પટેલ વેજલપોર નવસારી સાથે મળી ઉદવાડાના મનીષ પટેલ પાસે થી આ ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવ્યા હતા અને તેવો સંજાલી ગામના મીનાક્ષીબેનને આ જથ્થો આપવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી પોલ્સે વિવિધ બ્રાન્ડની 181 બોટલ તેમજ મોબાઈલ મળી કુલ 18.600 રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ઉદવાડાના બુટેલગર અને સંજાલી મહિલા બુટેલગર મળી 3 વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે ઝડપાયેલ મહિલા કેરિયરની વધુ પૂછપરછ આરંભી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી