તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન ધોવાણ થવાની ભીતિ:પીરામણ પાસે રેલવે દ્વારા ઉભી કરાતી દીવાલ આમલાખાડીમાં અવરોધ રૂપ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર પીરામણ ગામ પાસે રેલવે દ્વારા ઉભી કરવામાં આવી રહેલ સંરક્ષણ દીવાલ આમલાખાડી ને અવરોધ રૂપ બની શકે છે. ભડકોદ્રા, કાપોદ્રા અને નોટિફાઇડ વિસ્તાર માં આ પાણી ના રોકાણ થી પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પીરામણ ગામે જમીન ધોવાણ સર્જાવાની ભીતિ ઉદ્દભવી છે. પંચાયત દ્વારા લેખિત નાયબ કલેક્ટર સહિત રેલવે વિભાગ લેખિત રજૂઆત કરી હતી.

અંકલેશ્વર ના પીરામણ ગામ પાસે રેલવે દ્વારા બનાવવામાં આવી રહેલ દીવાલ આમલાખાડી ના પાણી ને અવરોધરૂપ બનશે જેનાથી પીરામણ ગામ માં અને ખાડી માં પાણીના વહેણ ના લીધે ધોવાણ થશે. તેમજ ઉપરવાસ ના વિસ્તારો જેમાં ખાસ તો ભડકોદ્રા, કાપોદ્રા અને નોટિફાઇડ વિસ્તાર માં આ પાણી ના રોકાણ થી પુર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે મોટી હોનારત થઈ શકે છે.

આ બાબતમાં પીરામણ ગ્રામ પંચાયત દ્વારા લેખિત અને મૌખિક ફરિયાદ રેલવે સત્તાવાળાઓ અને નાયબ કલેકટરને કરવામાં આવી છે. રેલવે સત્તાવાળાઓ દ્વારા કહેવામાં આવે છે કે રેલવે પોતાના હદ વિસ્તાર માં આ કાર્યવાહી કરશે.પીરામણ પંચાયત દ્વારા હોનારત ની શક્યતા બતાવી અનેક વખત રૂબરૂ મળવાનો સમય માંગવા છતાં તેઓ દ્વારા સમસ્યા સાંભળવા ની પણ તસ્દી લીધી નથી. આ અંગે વધુ વિગતો આપતા પીરામણ ગામના પૂર્વ ડેપ્યુટી સરપંચ સલીમ પટેલ જણાવ્યું હતું કે આ અંગે છેલ્લા 2 મહિના ઉપરાંતથી રજુઆત કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા પાણી નિકાલ કરવાનો રસ્તો પણ આપ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...