તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદની અપીલ:પાર્થની મદદ માટે કાર સ્પા સંચાલકની અનોખી પહેલ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SMA -1 બીમારીથી પીડાતા પાર્થની મદદે આવ્યા
  • 16 કરોડના ઇન્જેક્શન માટે પવાર પરિવારની અપીલ

એસ.એમ.એ -1 બીમારીથી પીડાતા પાર્થની મદદ કાર સ્પા સંચાલકે અનોખી પહેલ કરી છે. 2જી સપ્ટેમ્બરે કાર-બાઈક જે આવશે તેની રકમ પાર્થને આપવાની જાહેરાત કરી છે. લોકો વધુમાં વધુ આ પહેલામાં જોડાઈ પાર્થને મદદરૂપ થાય તેવી સંચાલકની હાકલ કરી હતી. 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શન માટે પવાર પરિવાર છેલ્લા એક સપ્તાહથી મદદની અપીલ કરી છે.

અંકલેશ્વરના રામ નગર સ્થિત મીરા ઓટોગેરજ સામે કાર સ્પા સંચાલક સંજય બારોટ દ્વારા અત્યંત ગંભીર બીમારી થી પીડાતા પાર્થ પવાર ની મદદરૂપ થવા અનોખી પહેલ કરી છે. છેલ્લા એક સપ્તાહથી પવાર પરિવાર 3 માસના પાર્થ માટે 16 કરોડ રૂપિયા ના ઇન્જેક્શન ની મદદ કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે. જે અંગેની જાણ સંજય બારોટ ને થતા તેવો આર્થિક રીતે સીધા મદદરૂપ થઇ શકે તેવી સ્થિતિમાં નથી.

પાર્થને મદદરૂપ થવાની ઈચ્છા પૂર્ણ કરવા 2જી સપ્ટેમ્બર ના પોતાના કાર સ્પા સેન્ટર માં જે પણ કાર કે બાઈક વોશિંગ માટે આવશે તેની સંપૂર્ણ રકમ તેવો પાર્થ ને મદદરૂપ થવા આપશે. તેઓ પોતે એક પણ રૂપિયાનું મહેનતાણું નહિ લઇ તમામ રૂપિયા સીધા પાર્થ માટે દાનપેટી માં નાખશે અને તેને પાર્થ પવાર ના પરિવાર ને મદદ માટે આપશે એસ.એમ.એ.-1 નામની ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજની મદદ એ લોકો દાનનો ધોધ વરસાવી તેને 16 કરોડ નું ઇન્જેક્શન મંગાવી જીવન બચાવી આપ્યું હતું તેવી જ રીતે હવે પ્રમુખ પાર્ક ખાતે રહેતા 3 માસ ના પાર્થ પવાર માટે પણ લોકો આગળ આવી દાન કરે તેવી અપીલ પણ કરી હતી.

રાજ્ય સરકારને પણ પાર્થ પવારને મદદરૂપ કરવા અપીલ
અંકલેશ્વર, પાનોલી અને ઝગડિયામાં એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવી છે. ત્યારે ઉદ્યોગકારો, કંપની કામદારો, તેમજ સેવાકીય પ્રવૃતિ માટે કાર્યરત અનેકવિધ સામાજિક સંસ્થા પોતાના CSR ફંડમાંથી પાર્થને મદદરૂપ થાય તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે. રાજ્ય સરકાર પણ પાર્થ પવારને મદદરૂપ થાય તેવી પણ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...